તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Supreme Court Tells Yogi Government To Put Posters On Protesters Action Has Been Taken Under Law

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેખાવકારોના પોસ્ટર લગાવવા અંગે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને કહ્યું- કયા કાયદા હેઠળ કાર્યવાહી કરાઈ છે?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અલહાબાદ હાઈકોર્ટે દેખાવકારીઓના પોસ્ટર લગાવવાની ગોપીનયતામાં બિનજરૂરી હસ્તક્ષેપ ગણાવ્યો હતો
 • યોગી સરકારે પોસ્ટર હટાવવાના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેખાવમાં હિંસા ફેલવવાના આરોપીઓના પોસ્ટર લગાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કોર્ટે યોગી સરકારને પુછ્યું કે, કયા કાયદા હેઠળ આરોપીઓના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી એવી કોઈ જોગવાઈ નથી, જે આની મંજૂરી આપતો હોય. યોગી સરકારે અરજીમાં અલહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો છે, જેમાં કોર્ટે દેખાવકારોના પોસ્ટર હટાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સરકારની આ કાર્યવાહીને વ્યક્તિની પ્રાઈવસીમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરાર કરી દીધો હતો. 

 • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલો ઘણો મહત્વનો છે, શું યુપી સરકારને આવા પોસ્ટર લગાવાનો અધિકાર છે. અત્યાર સુધી એવો કોઈ કાયદો નથી આવ્યો, જે સરકારની આ કાર્યવાહીનું સમર્થન કરતો હોય. યોગી સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું- પ્રાઈવસીના ઘણા માપદંડ છે. પોસ્ટર હટાવવાના હાઈકોર્ટના નિર્ણયમાં ખામી છે. આ લોકો દેખાવ દરમિયાન હિંસામાં સામેલ હતા. સરકાર પાસે આવી કાર્યવાહી કરવાની શક્તિ છે.
 • આ અંગે જસ્ટિસ અનિરુદ્ધ બોઝે પુછ્યું- હિંસાના આરોપીઓના હોર્ડિંગ્સ લગાવવાનો પાવર ક્યાં મળ્યો છે? અમે સરકારની ચિંતા સમજી શકીએ છીએ, પરંતુ આવી કાર્યવાહી કરવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. મહેતાએ કહ્યું- એક સામાન્ય માણસ જે દેખાવ દરમિયાન હથિયાર લઈને પહોંચ્યો હોય અને હિંસામાં સામેલ હોય. એ વ્યક્તિ ગોપનીયતાનો દાવો ન કરી શકે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો