ટિપ્પણી / સુપ્રીમ કોર્ટે લગ્ન માટે હિન્દુ ધર્મ અપનાવનાર મુસ્લિમને કહ્યું- સારા પતિ અને પ્રેમી બનો

Supreme Court tells a Muslim who adopts Hindu religion for marriage - be a good husband and lover

  • છત્તીસગઢની વ્યક્તિએ યુવતીના પરિવારજનોને લગ્ન માટે રાજી કરાવવા હિન્દુ ધર્મ અપનાવ્યો
  • કોર્ટમાં યુવતીના પરિવારજનોએ કહ્યું- ધર્મ પરિવર્તન માત્ર દેખાડા માટે કર્યું

Divyabhaskar.com

Sep 11, 2019, 08:31 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક આંતરધર્મ લગ્નના મામલામાં સુનવણી દરમિયાન બુધવારે મુસ્લિમ યુવકને સારા પતિ અને પ્રેમી બનવા માટે કહ્યું હતું. આ મામલો છત્તીસગઢનો છે. અહીં એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલા સાથે આંતરધાર્મિક લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારને લગ્ન માટે રાજી કરાવવા માટે તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ યુવતીના પરિવારજનોનો દાવો છે કે તેણે માત્ર દેખાડા માટે ધર્મ પરિવર્તન કર્યું છે.

અમને યુવતીના ભવિષ્યની ચિંતા- કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે કહ્યું- અમને માત્ર યુવતીના ભવિષ્યની ચિંતા છે. અમે આંતરધાર્મિક કે આંતરજાતિય લગ્નના વિરોધમાં નથી. કોર્ટે કહ્યું કે યુવકને એક વિશ્વસનીય પતિ અને સારા પ્રેમી બનવું જોઇએ. મહિલાના પિતાના વકીલે કહ્યું- આ છોકરી એક રેકેટમાં ફસાઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે એફિડેવીટ ફાઇલ કરવા માટે કહ્યું હતું.

કોર્ટે રાજ્ય સરકારને આ મામલે જવાબ આપવા કહ્યું

સુપ્રીમ કોર્ટમાં એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે શું તેણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન બાદ તેનું નામ બદલ્યું છે ? નામ બદલવા માટે કયા કાયદાકીય પગલા લીધા છે ? યુવતીના પિતાના વકીલે કહ્યું- છોકરીને સુરક્ષાની જરુરત નથી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે પણ આ મામલે જવાબ માગ્યો છે.

X
Supreme Court tells a Muslim who adopts Hindu religion for marriage - be a good husband and lover
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી