અનુચ્છેદ 370 / સુપ્રીમ કોર્ટે કહ્યું-કાશ્મીર હજુ સંવેદનશીલ નિયંત્રણ તરત ન હટાવી શકાય, સરકારને સમય આપવો જોઈએ

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

  • બેન્ચે કહ્યું- જરૂરી એ છે કે ત્યાં કોઈનો જીવ ન જાય

Divyabhaskar.com

Aug 14, 2019, 03:10 AM IST

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં તરત નિયંત્રણ હટાવવાનો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું- ત્યાંની સ્થિતિ સંવેદનશીલ છે. તેને સામાન્ય બનાવવા માટે સરકારને સમય આપવો જોઈએ. ત્યાં કોઈનો જીવ જવો ન જોઈએ. આમ કહેતા સુપ્રીમે સુનાવણી 2 સપ્તાહ સુધી ટાળી દીધી હતી. કલમ 370માં પરિવર્તન પછી કોંગ્રેસના નેતા તહેસીન પુનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્રણ જજની બેન્ચ સમક્ષ સરકારે કહ્યું કે- જિલ્લા મેજિસ્ટ્રેટના રિપોર્ટ મુજબ પ્રતિબંધમાં ઢીલ પણ આપવામાં આવી રહી છે. અરજીકર્તાને ફટકાર, લાપરવાહીથી અરજી કરી કોંગ્રેસ નેતા તહેસીન પુનાવાલાના વકીલ મેનકા ગુરુસ્વામીએ જ્યારે કલમ 370નો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો તો બેન્ચે ચેતવણી આપતા કહ્યું કે આ અંગે ટિપ્પણી ના કરો. તમે ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના લાપરવાહીથી અરજી કરી છે.

સ્થિતિ સામાન્ય થતાં થોડા દિવસ લાગશે: કેન્દ્ર
કોર્ટે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને પૂછ્યું કે- હાલત સામાન્ય થતાં કેટલો સમય લાગશે? વેણુગોપાલે કહ્યું કે 2016માં આતંકી બુરહાન વાણીના મોત પછી હાલત સામાન્ય થતાં ત્રણ મહિના લાગ્યા હતા. આતંકીઓને સીમા પારથી માર્ગદર્શન મળે છે. આથી હાલમાં ખીણમાં સ્થિતિ સામાન્ય થતાં હજુ થોડા દિવસ લાગશે.

કોર્ટે કહ્યું- કાલે કંઈ ખોટું થશે તો કોણ જવાબદાર? સ્વભાવિક છે સરકાર. આથી સરકારને સમય આપવો જોઈએ.

X
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીરસુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી