નિર્ભયા / સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્દ્રની પડતર અરજી ટ્રાયલ કોર્ટના ચુકાદામાં અવરોધરૂપ નથી, તે ડેથ વોરંટ જારી કરી શકે છે

Supreme Court says - Center's application is not obstructed by trial court verdict, it may issue death warrant

  • કેન્દ્ર સરકારે દોષિતોની અલગ-અલગ ફાંસી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે
  • દિલ્હી હાઈકોર્ટે આ માટે દાખલ કરવામાં આવેલ કેન્દ્ર સરકારની અરજી નકારી દીધી હતી

Divyabhaskar.com

Feb 14, 2020, 10:46 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા સંબંધિત કેન્દ્રની અરજી પેન્ડિંગ છે, જેની ટ્રાયલ કોર્ટ દ્વારા ફાંસી આપવાને લગતા નવા ડેથ વોરન્ટ પર કોઈ જ અસર થશે નહીં. શુક્રવારે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં દોષિતોની કોઈ જ અરજી પડતર નથી. માટે ટ્રાયલ કોર્ટ ફાંસી માટે નવી તારીખ નક્કી કરી શકે છે.
ન્યાયમૂર્તિ આર ભાનુમતિ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એએસ બોપન્નાની બનેલી ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટના 17મી જાન્યુઆરીના રોજ આપેલા આદેશ સામે કેન્દ્રની અરજી પર સુનાવણી કરી હતી. હાઈકોર્ટે ચારેય દોષિયોને ફાંસી અટકાવવાનો ઈન્કાર કર્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે અમે એ સ્પષ્ટ કરી દેવા માંગી છીએ કે આ પ્રકારની અરજી પડતર રહે તો ટ્રાયલ કોર્ટે ચુકાદામાં અવરોધ માનવામાં આવી શકે નહીં. કોર્ટ તેના વિવેકને આધિન નિર્ણય લઈ શકે છે.

અરજદારને લીધે ટ્રાયલ કોર્ટે સુનાવણી સ્થગિક કરીઃ સોલિસિટર જનરલ

કેન્દ્ર તરફથી કોર્ટમાં રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે દોષિત વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકરાવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પડતર હતી. તેને લીધે ટ્રાયલ કોર્ટે ફાંસીની નવી તારીખ જારી કરવા માટે તિહાર જેલના પ્રશાસની અરજી પર 13 ફેબ્રુઆરીએ સુનાવણી સ્થગિત કરી હતી. કોર્ટે આ અંગે 17મી જાન્યુઆરીના રોજ સુનાવણીની વાત કરી હતી. આ ખંડપીઠે કહ્યું હતું કે શુક્રવારે વિનયની અરજીને નકારી દેવામાં આવી છે. હવે ટ્રાયલ કોર્ટ આ કેસમાં સુનાવણી કરી શકે છે.

X
Supreme Court says - Center's application is not obstructed by trial court verdict, it may issue death warrant
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી