અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટે કહ્યું- મધ્યસ્થતા આગળ નહીં વધે તો 25 જુલાઈથી રોજ સુનાવણી થશે

Supreme Court hearing on Ayodhya land case today news and updates
X
Supreme Court hearing on Ayodhya land case today news and updates

  • મધ્યસ્થતા કમિટીએ 18 જુલાઈ સુધીમાં રિપોર્ટ કોર્ટને સોંપવો પડશે
  • રિપોર્ટમાં મધ્યસ્થતા કોઈ જરૂર નથી કે તે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું તે રોજ સુનાવણી અંગે નિર્ણય લેવાશે

Divyabhaskar.com

Jul 11, 2019, 12:32 PM IST

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. અરજકર્તાએ માગ કરી હતી કે આ મામલે કોર્ટે જે મધ્યસ્થતાનો માર્ગ કાઢ્યો છે તે યોગ્ય રીતે કામ નથી કરતાં. જેના પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલ પાસે રિપોર્ટે માગ્યો છે. અને 18 જુલાઈ સુધી રિપોર્ટ જમા કરાવવાના આદેશ આપ્યાં છે. જે બાદ આ મુદ્દે ચુકાદો આવશે કે આ કેસમાં રોજ સુનાવણી કરવી કે નહીં.

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસે આ મુદ્દે રિપોર્ટ માગી લીધો છે. હવે આ મામલાની સુનાવણી 25 જુલાઈએ થશે. પેનલને પોતાનો રિપોર્ટ આગામી ગુરૂવાર સુધી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પેનલ કહે છે કે મધ્યસ્થતા કારગર નથી સાબિત થતી તો 25 જુલાઈ પછી ઓપન કોર્ટમાં રોજ આ મુદ્દે સુનાવણી થશે. એટલે કે આ મુદ્દે મધ્યસ્થતા યથાવત રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય 18 જુલાઈએ જ લેવામાં આવશે. 

 

કોર્ટે 8 માર્ચે આ વિવાદ માટે મધ્યસ્થતા પેનલ બનાવી 

 

  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બેન્ચ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદની અરજી પર સુનાવણી કરશે. અરજી કરનારનું કહેવું છે કે, પહેલાં તબક્કાની મધ્યસ્થા સુધીમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. આ પહેલાં કોર્ટે 8 માર્ચે આ વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થા સમિતિ બનાવી હતી. 
  • સમિતિમાં પૂર્વ જસ્ટિસ એફએમ ફલિફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સીનિયર વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. બેન્ચે પેનલના સભ્યોને નિર્દેશ આપ્યો હતો કે આઠ સપ્તાહમાં વિવાદનો કોઈ ઉકેલ લાવવામાં આવે. સંપૂર્ણ વાતચીત કેમેરાની સામે કરવામાં આવે.
  • મેમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની બેન્ચે મધ્યસ્થા સમિતિને આ વિવાદનો ઉકેલ લાવવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.
  • 2010માં અલાહાબાદ હાઈકોર્ટેના નિર્ણયના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાની 2.77 એકરના વિસ્તારને ત્રણ સમાન હિસ્સામાં વહેંચી દેવો જોઈએ. પહેલો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો હિસ્સો રામલ્લાને આપવો જોઈએ. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી