તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Students Protest Outside Office Of Jamia Millia Islamia Vice Chancellor Najma Akhtar Seeking Rescheduling Of Exam Dates,registration Of FIR Against Police And Ensuring Safety To Students.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંસાના 28 દિવસ પછી કુલપતિએ કહ્યું- પોલીસ મંજૂરી વગર દાખલ થઈ, FIR કરાવીશું; વિદ્યાર્થીઓ કહ્યું- અમને વિશ્વાસ નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કર્યું છે તેના વિરુદ્ધ એક્શન લેવાની માંગણી

નવી દિલ્હી: જામિયા મીલિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી વિશે વિદ્યાર્થીઓ સોમવારે વાઈસ ચાન્સેલર ઓફિસને ઘેરી લીધી હતી. વિદ્યાર્થીઓ પોલીસ સમક્ષ FIR દાખલ કરવાની માંગણી કરતા હતા. VC નઝમા અખ્તરે કહ્યું, આપણે ચોક્કસ FIR દાખલ કરાવીશું. પોલીસ આપણી ફરિયાદ નથી નોંધી રહી, જરૂર પડશે તો આપણે હાઈકોર્ટ પણ જઈશું. જોકે કુલપતિના નિવેદન પછી પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને કહ્યું હતું કે અમને કુલપતિની વાતમાં વિશ્વાસ નથી.

વિદ્યાર્થીઓની માંગ 
FIR- પોલીસે કેમ્પસમાં નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે મારઝુડ કરી. તેમના વિરુદ્ધ FIR કરી. અત્યાર સુધી યુનિવર્સિટીએ કેવા પગલા લીધા
પરીક્ષાઃ છેલ્લા ઘણા દિવસોથી ચાલતી પ્રવૃત્તિઓના કારણે શૈક્ષણિક કાર્ય પ્રભાવિત થયું છે. અમારી પરીક્ષાનું ટાઈમટેબલ બદલવામાં આવે
સુરક્ષાઃ 15 ડિસેમ્બરની ઘટના બાદ વિદ્યાર્થીઓના મનમાં ભય છે. એવામાં કેમ્પસ સુરક્ષા વધારવામાં આવે
કુલપતિના વાયદા 
FIR- FIRની પ્રક્રિયા મંગળવારથી શરૂ કર દેવાશે. કોર્ટ જઈશું અને તે આપણા હાથમાં નથી.
પરીક્ષાઃ ઘણા વિદ્યાર્થીઓની માંગ પર જ અમે યુનિવર્સિટી ખોલી છે. અમે આ પરીક્ષાનું શિડ્યુઅલ એટલા માટે બનાવ્યું જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાની તક મળી શકે. એફઆરઆઈ અને પરીક્ષા વચ્ચે કોઈ સંબંધ નથી. 
સુરક્ષાઃ પહેલાની સરખામણીમાં સુરક્ષા બમણી કરી દેવાઈ છે. આ અંગે જે પણ પગલા લેવાની જરૂર છે, અમે તેને લઈ રહ્યા છીએ

વિદ્યાર્થીઓના પાંચ મહત્વના સવાલો પર કુલપતિના જવાબ 
સવાલઃ સુરક્ષા માટે અત્યાર સુધી શું કરવામાં આવ્યું? એક FIR પણ કરાઈ નથી
જવાબઃ તમે અહીંયા પરીક્ષા અને તમારે લગતી વાત કરો. તમે તમારા મોઢાની વાતો મારી પાસે ન કરાવો. માત્ર એફઆરઆઈ કરાવવાથી સુરક્ષા નથી થતી. સુરક્ષા માટે જે પણ પગલા છે, તે અમે લઈ રહ્યા છીએ.
સવાલઃ NRC અને CAA અંગે તમારું શું કહેવું છે
જવાબઃ માત્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા સવાલ જ પુછો, બીજી વાતો ન કરો
સવાલઃ શું તમે આ પરિસ્થિતિમાં અમને મુકીને ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો?
જવાબઃ હું તમને છોડીને ક્યાં નથી જઈ રહી. હું અહીંયા તમારી સાથે જ છું
સવાલઃ તમે હિંસા બાદ હોસ્ટેલ ખાલી કરવાની વાત કેમ કહી હતી
જવાબઃ મેં ક્યારેય આવો આદેશ આપ્યો નથી. જેએન્ડકે હોસ્ટેલમાં બાળકો હતા, મેં ફોન કરીને કહ્યું કે, જે પણ બાળકો છે, તેમણે હોસ્ટેલમાં બોલાવી લો. ગેટ પર તાળું લગાવી દો અને તેમને બહાર ન જવા દેતા. તમે લોકો ખોટું નિવેદન ન આપશો. 
સવાલઃ પોતાના અધિકારોની વાત કરી રહેલા વિદ્યાર્થીઓ પર FIR કરવામાં આવી. તમે એક પણ એફઆરઆઈ ન કરી?તમારી વાત પર વિશ્વાસ નથી
જવાબઃ પોલીસ ફરિયાદ નથી લઈ રહી. અમે સરકાર પાસે પણ આ અંગે વાત કરી છે. કોર્ટ પણ જઈ રહ્યા છીએ હવે તે અમારા હાથમાં નથી.

પોલીસની કાર્યવાહી મામલે સરકારને પણ ફરિયાદ કરી- કુલપતિ
જામિયા વિદ્યાર્થીઓએ આજે સવારે કુલપતિની ઓફિસને ઘેરી લીધી હતી. ત્યારપછી કુલપતિ નઝમા અખ્તરે કહ્યું- પોલીસ આપણો કેસ નથી નોંધી રહી. તે મામલે આપણે સરકારને વિરોધ પણ નોંધાવ્યો છે. અમે આ મુદ્દે જરૂર પડશે તો કોર્ટના દરવાજા ખખડાવીશું. દિલ્હી પોલીસ આપણાં કેમ્પસમાં મંજૂરી લીધા વગર આવી ગઈ અને વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરી. અમે આ વાતનો વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું. અમે ફરિયાદ પણ નોંધાવીશું.


કુલપતિએ વિદ્યાર્થીઓને કહ્યું- તમે અહીં પરીક્ષા અને તમારી જરૂરી વાત કરો. તમે તમારી વાત મારા મોઢેથી બોલાવવાનો પ્રયત્ન ન કરો. માત્ર એફઆઈઆર નોંધાવાથી સુરક્ષા નથી વધી જતી. સુરક્ષા માટે જે પણ પગલાં લેવાના છે તે અમે લઈ રહ્યા છીએ.

15 ડિસેમ્બરે રાત્રે જામિયામાં ઉગ્ર પ્રદર્શન થયું હતું
નાગરિકતા કાયદાના વિરોધમાં 15 ડિસેમ્બરની રાત્રે જામિયા યુનિવર્સિટીમાં ઉગ્ર પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓએ 4 બસો સહિત 8 વાહનો સળગાવી દીધા હતા. આ સિવાય અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પથ્થરમારા પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેમાં 60થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો