• Home
  • National
  • Starting the countdown to the Assembly elections, the EC will hold an important meeting today

દિલ્હી / વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, EC આજે મહત્વની બેઠક કરશે

Starting the countdown to the Assembly elections, the EC will hold an important meeting today

  • ચૂંટણી કમિશનની ઓફિસમાં સમીક્ષા બેઠક,બે-ત્રણ દિવસમાં ચૂંટણી અંગે નિર્ણય લેવાશે 
  • મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 

Divyabhaskar.com

Jan 13, 2020, 12:36 PM IST

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પુરી થયાની સાથે જ હવે દિલ્હી વિધાનસભા 2020ની ચૂંટણી પર સૌની નજર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. મહત્વનું છે કે,ચૂંટણી કમિશને તેમની ઓફિસે મહત્વની સમીક્ષા બેઠક બોલાવી છે.

ચૂંટણી કમિશનની ઓફિસમાં સમીક્ષા બેઠક

  • મહત્વનું છે કે ગુરુવારે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.રણવીર સિંહને ભારતીય ચૂંટણી કમિશને તેમની ઓફિસમાં સમીક્ષા બેઠક માટે બોલાવ્યા છે. બેઠકમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે તૈયારીઓની વિગતો લીધા બાદ ચૂંટણીની તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.
  • દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પુરી થયા બાદ નવી સરકારની રચના 15 ફેબ્રુઆરી, 2020 સુધી કરાશે. એવામાં ગુરુવારે થનારી બેઠક બાદ બે ત્રણ દિવસોમાં ચૂંટણીની તારીખ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ તો અડધા ડઝન કરતા વધારે રાજકીય પક્ષો ભાગ લેશે, પણ મુખ્ય મુકાબલો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ મનાઈ રહ્યો છે.
X
Starting the countdown to the Assembly elections, the EC will hold an important meeting today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી