દુર્ઘટના ટળી / દુબઈથી આવી રહેલી સ્પાઇસ જેટ ફ્લાઈટનું ટાયર હવામાં જ ફાટ્યું, જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Divyabhaskar.com

Jun 12, 2019, 04:27 PM IST
SpiceJet flight coming from Dubai exploded in air; Emergency landing in Jaipur

  • સ્પાઇસ જેટની દુબઈ-જયપુર ફ્લાઈટ (એસજી 58)માં 189 યાત્રી સવાર હતા, તમામ સુરક્ષિત
  • લેન્ડિંગ પહેલાં પાયલટને વિમાનનું પાછલું ટાયર ફાટ્યું હોવાની જાણ થઈ
  • દુબઈ પરત જવાવાળા લોકોએ વિમાન  બદલવાની માગ કરી

જયપુરઃ રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે મોટી દુર્ઘટના ટળી છે. દુબઈથી આવી રહેલી સ્પાઇસ જેટ ફ્લાઈટના પાયલટને લેન્ડિંગના થોડાં સમય પહેલાં ખ્યાલ આવ્યો કે જમણી બાજુના એક ટાયર ફાટ્યું છે. પાયલટે આ અંગેની સુચના એર ટ્રાફિક કંટ્રોલને આપી હતી. જે બાદ જયપુરમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. હવે આ ફ્લાઈટથી જ દુબઈ પરત થનારા લોકોએ વિમાન બદલવાની માગ કરી હતી.
જાણકારી મુજબ સ્પાઇસ જેટની દુબઈ-જયપુર ફ્લાઈટ (એસજી 58)માં 189 યાત્રી સવાર હતા. સવારે 9 વાગ્યે લેન્ડિંગ પછી તમામ યાત્રી સુરક્ષિત રીતે બહાર આવ્યાં હતા. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું કે ઘટનાની જાણકારી ડીજીસીએને મોકલવામાં આવી છે.

યાત્રિકોનો જયપુર એરપોર્ટ પર હોબાળોઃ હવે જયપુર-દુબઈ ફ્લાઈટ એસજી 57થી દુબઈ જતાં લોકો હોબાળો કરી રહ્યાં છે. લોકોએ વિમાન બદલાવવાની માગ કરી છે. દુબઈથી જે વિમાન આવે છે તે જ પરત ફરે છે. હાલ તો તેનું સમારકામ થઈ રહ્યું છે.

X
SpiceJet flight coming from Dubai exploded in air; Emergency landing in Jaipur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી