• Gujarati News
  • National
  • Software To Help Ganga Cleaning, Ordinary People Will Also Get Live Information On River Pollution

ગંગાની સફાઈમાં મદદ કરશે સોફ્ટવેર, સામાન્ય લોકોને પણ નદીના પ્રદૂષણ અંગેની લાઈવ માહિતી મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IIT દિલ્હીમાં 20 વર્ષની મહેનતથી સોફ્ટવેર તૈયાર કરાયું છે
  • ભારત પાસે પૂરની લાઈવ માહિતી વાળી દુનિયાની એકમાત્ર ટેકનીક હોવાનો દાવો

નવી દિલ્હીઃ ITI દિલ્હીએ એવું સોફ્ટવેર બનાવ્યું છે, જેનાથી આ ચોમાસામાં એક સપ્તાહ પહેલા પૂરની ચોક્કસ માહિતી મળી જશે સાથે સાથે ગંગામાં થઈ રહેલા પ્રદૂષણ અંગેની પણ માહિતી મળી શકશે કે ગંગામાં કેટલું પ્રદૂષણ થઈ રહ્યું છે. આગામી ચોમાસાથી IIT દિલ્હી હવામાન વિભાગને પૂરના નાના-નાના વિસ્તારના નામ અને પ્રભાવિતોની સંખ્યા જણાવશે. આ સોફ્ટવેર IIT દિલ્હી અને INRM(ઈન્ટરગ્રેટેડ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ) કન્સલ્ટેન્ટ્સે મળીને તૈયાર કર્યું છે. 
 INRM કન્સલ્ટેન્સ સ્ટાર્ટઅપને IIT દિલ્હીએ પ્રમોટ કર્યું છે. આ સ્ટાર્ટઅપ IIT દિલ્હીમાં 20 વર્ષ પહેલા બનાવાયો હતો. આ ટીમમાં 10 વૈજ્ઞાનિક છે. તેમણે વરસાદ, તાપમાન, નદી જેવા એક ડઝન આંકડાઓનું જટિલ વિશ્લેષણ કરી આ સોફ્ટવેર તૈયાર કર્યું છે. જેની મદદથી રોજ આખા દેશની નદીઓનો ફ્લો અને વરસાદની ગણના એક સાથે કરી શકાતી હતી. સોફ્ટવેરથી નદી સંબંધિત લાઈવ માહિતી મળે છે. સામાન્ય લોકો પણ ઓનલાઈન સોફ્ટવેરની મદદથી નદીઓના ફ્લોની માહિતી લાઈવ જોઈ શકે છે.

‘ખેડૂતોને વરસાદ પહેલાજ ખબર પડી જશે’
સોફ્ટવેર બનાવનારી ટીમનું નેતૃત્વ કરનારા પ્રો.અશ્વિની કુમાર ગોસાઈએ જણાવ્યું કે, ‘સોફ્ટવેરથી ખેડૂતોને 5-7 દિવસ પહેલા જ જણાવી દેવાશે કે કેટલી વખત વરસાદ થશે અને માટી કેટલી ફળદ્રુપ થઈ શકે છે. હાલ વરસાદની માહિતી મળી શકે છે, પરંતુ એ ખબર નહીં પડે કે આનાથી ખેતરની જમીન ફળદ્રુપ થશે કે નહીં’ દાવો છે કે આ ટેકનોલોજી દુનિયામાં પહેલી વખત ઉપયોગમાં લેવાઈ રહી છે. જેમાં ડિઝીટલ એલિવેશન મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડીઈએમના આંકડા વૈશ્વિક સ્તરે તૈયાર કરાયેલો ડેટા છે. DEMથી હવામાનની સ્થિતિ, કોઈ વિશેષ વિસ્તારમાં નદી, પૂર, તાપમાન સાથે જોડાયેલી તમામ માહિતી મળી જાય છે.

ગંગામાં ક્યારે કેટલો કચરો નાંખવામાં આવ્યો તે અંગેની પણ માહિતી મળી રહેશે
પ્રોફેસર ગોસાઈના જણાવ્યા પ્રમાણે, સોફ્ટવેરના આગામી સ્તર પર કામ ચાલી રહ્યું છે. થોડાક મહિનામાં આની મદદથી ગંગા નદીમાં પ્રદૂષણની ચોક્કસ માહિતી મળી જશે. જેનાથી ગંગામાં ક્યારે કેટલો કચરો નાંખવામાં આવ્યો, ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ નાંખવામાં આવ્યો એ તમામ માહિતી મળી શકશે. આટલું જ નહીં ગંગાની સફાઈ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની લાઈવ ગણના પણ થઈ શકશે, જેનાથી ખબર પડી શકશે જે પહેલા થઈ રહ્યું છે, તે કેટલું સ્થાયી કે અસ્થાયી છે.