Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેસ્પિયન સમુદ્રના પવનને લીધે કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા
હિમવર્ષાના કારણે સરોવર થીજી ગયું.
- ઉત્તરાખંડમાં પણ અસર, પર્યટકો માટે 7 દિવસનું એલર્ટ જાહેર
- પાક.માં હિમવર્ષાથી 14 અને અફઘાનમાં વરસાદથી 19નાં મોત
- હિમાચલના લાહોલ સ્ફીતિ, કિન્નૌર, કુલ્લુ, ચંબા અને મનાલી જિલ્લામાં સોમવારે હિમવર્ષા થઈ. લાહોલ સ્ફીતિના કેલાંગમાં સૌથી વધુ 18 ઈંચ હિમવર્ષા થઇ. અહીં તાપમાન -6 ડિગ્રી નોંધાયું. રાજ્યનું સૌથી ઠંડુ સ્થાન રહ્યું.
- જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં 27 સેમી હિમવર્ષા થઈ. હિમવર્ષાને લીધે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરાયો. શ્રીનગર-લેહ નેશનલ હાઈવે, મુઘલ રોડ 34 દિવસથી બંધ છે. આ રોડ એપ્રિલ-મેમાં ખૂલી શકશે.
- શ્રીનગરથી બીજા દિવસે ફ્લાઈટો રદ કરવી પડી. કાશ્મીરની ક્લસ્ટર યુનિવર્સિટીએ સ્થિતિ સુધરવા સુધી પરીક્ષાઓ સ્થગિત કરી. લદ્દાખના દ્રાસમાં ક્ષેત્રનું સૌથી ઓછું તાપમાન માઈનસ 10.5 ડિગ્રી રહ્યું.
- અફઘાનના 34 પ્રાંતમાંથી 21માં ભારે હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. અહીં ભારે વરસાદથી 19 લોકો મૃત્યુ પામ્યા.
- સાઉદીના તાબુક જોર્ડન પર્યટન સ્થળે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાથી જબલ અલ લાવજ, અલ દાહેર પર્વત ઢંકાઈ ગયા છે.