• Home
  • National
  • Snow storms kill 5 in Sonarmag, 3 Jawans martyred in Kupwara

કાશ્મીર / હિમપ્રપાતના લીધે 48 કલાકમાં આર્મીના 5 અને BSFનો એક જવાન શહીદ, ગાંદરબલમાં 5 નાગરિકોનું મોત

જાંસકર નદી જામી ગઇ હતી અને અહીં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું
જાંસકર નદી જામી ગઇ હતી અને અહીં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું
આર્મીના ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સએ હેલિકોપ્ટરની મદદથી બરફમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢ્યા
આર્મીના ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સએ હેલિકોપ્ટરની મદદથી બરફમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢ્યા
Snow storms kill 5 in Sonarmag, 3 Jawans martyred in Kupwara

  • સેનાના જણાવ્યા મુજબ રામપુર અને ગુરેજ સેકટરમાં હિમપ્રપાતના કારણે સેનાની ઘણી ચોકીઓને નુકસાન પહોંચ્યું
  • અધિકારીઓએ ઉતરી અને મધ્ય કાશ્મીરના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે 

Divyabhaskar.com

Jan 15, 2020, 09:11 AM IST

શ્રીનગરઃ ભારતીય આર્મી દ્વારા જાહેર નિવેદનમાં કહેવાયું છે કે છેલ્લા 48 કલાકમાં હિમપ્રપાત અને ભારે બર્ફવર્ષાના લીધે આર્મીના 5 અને BSFના એક જવાન શહીદ થયા છે. ઉતર કાશ્મીરમાં રવિવારથી બરફનો વરસાદ પડી રહ્યો છે. તેના કારણે સોમવારે ઘણી જગ્યાએ હિમપ્રપાત થયો હતો. માછિલ સેકટરમાં નિયંત્રણ રેખાની નજીક આવેલી સેનાની ચોકીને પણ આ કારણે નુકસાન થયું હતું. આ દરમિયાન બરફમાં દબાઈ જવાથી 3 જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાન ગુમ છે. બીજી તરફ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં હિમપ્રપાતના પગલે 5 લોકોના મોત થયા હતા. તેમાં એક પિતા અને બે પુત્ર સામેલ છે. આર્મી તરફથી લેટેસ્ટ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ પૈકી ચાર સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય બે સૈનિકોની શોધખોળ શરૂ છે. 2 સૈનિકો અત્યારે રિસ્પોન્સ નથી આપી રહ્યા જેમને ખરાબ વાતાવરણના કારણે યોગ્ય રીતે સારવાર મળવામાં વિલંબ થઇ રહ્યો છે.

હિમપ્રપાતથી 5 લોકોના મોત થયા

આ સિવાય મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમપ્રાતના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. જોકે સેનાએ આ વિસ્તારમાં પણ પોતાનું બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારને શ્રીનગર સાથે જોડતો રસ્તો હાલ બંધ છે. આ કારણે રાહત માટે સૈનિકોએ ચાલતા જવાની ફરજ પડી છે.

X
જાંસકર નદી જામી ગઇ હતી અને અહીં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યુંજાંસકર નદી જામી ગઇ હતી અને અહીં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું
આર્મીના ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સએ હેલિકોપ્ટરની મદદથી બરફમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢ્યાઆર્મીના ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સએ હેલિકોપ્ટરની મદદથી બરફમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢ્યા
Snow storms kill 5 in Sonarmag, 3 Jawans martyred in Kupwara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી