તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિમપ્રપાતના લીધે 48 કલાકમાં આર્મીના 5 અને BSFનો એક જવાન શહીદ, ગાંદરબલમાં 5 નાગરિકોનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાંસકર નદી જામી ગઇ હતી અને અહીં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું - Divya Bhaskar
જાંસકર નદી જામી ગઇ હતી અને અહીં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું
 • સેનાના જણાવ્યા મુજબ રામપુર અને ગુરેજ સેકટરમાં હિમપ્રપાતના કારણે સેનાની ઘણી ચોકીઓને નુકસાન પહોંચ્યું
 • અધિકારીઓએ ઉતરી અને મધ્ય કાશ્મીરના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે

શ્રીનગરઃ ભારતીય આર્મી દ્વારા જાહેર નિવેદનમાં કહેવાયું છે કે છેલ્લા 48 કલાકમાં હિમપ્રપાત અને ભારે બર્ફવર્ષાના લીધે આર્મીના 5 અને BSFના એક જવાન શહીદ થયા છે.  ઉતર કાશ્મીરમાં રવિવારથી બરફનો વરસાદ પડી રહ્યો છે. તેના કારણે સોમવારે ઘણી જગ્યાએ હિમપ્રપાત થયો હતો. માછિલ સેકટરમાં નિયંત્રણ રેખાની નજીક આવેલી સેનાની  ચોકીને પણ આ કારણે નુકસાન થયું હતું. આ દરમિયાન બરફમાં દબાઈ જવાથી 3 જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાન ગુમ છે. બીજી તરફ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં હિમપ્રપાતના પગલે 5 લોકોના મોત થયા હતા. તેમાં એક પિતા અને બે પુત્ર સામેલ છે. આર્મી તરફથી લેટેસ્ટ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ પૈકી ચાર સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય બે સૈનિકોની શોધખોળ શરૂ છે. 2 સૈનિકો અત્યારે રિસ્પોન્સ નથી આપી રહ્યા જેમને ખરાબ વાતાવરણના કારણે યોગ્ય રીતે સારવાર મળવામાં વિલંબ થઇ રહ્યો છે. 

હિમપ્રપાતથી 5 લોકોના મોત થયા
આ સિવાય મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમપ્રાતના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. જોકે સેનાએ આ વિસ્તારમાં પણ પોતાનું બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારને શ્રીનગર સાથે જોડતો રસ્તો હાલ બંધ છે. આ કારણે રાહત માટે સૈનિકોએ ચાલતા જવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો