તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Situation Of 23 Places Of Worship: In Shirdi, Trimbakeshwar And Shinglapur Temples Are Closed, Sanitizers Are Provided In Many Religious Places.

13 રાજ્યોમાં 33 ધર્મસ્થળોની પરિસ્થિતિ: સીકરના ખાટૂ શ્યામ અને ચિત્રકૂટના કામતાનાથ મંદિર બંધ; મુંબઈમાં હાજી અલી દરગાહમાં પણ લોકો માટે પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીનું ઇસ્કોન મંદિર પણ હમણા બંધ રહેશે - Divya Bhaskar
દિલ્હીનું ઇસ્કોન મંદિર પણ હમણા બંધ રહેશે
  • ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિર દર્શન માટે હજુ ખુલુ રહેશે, અહીં માત્ર ભસ્મ આરતી રોકવામાં આવી છે
  • તિરૂપતિ બાલાજી મંદિરમાં વેટિંગની વ્યવસ્થા બંધ કરવામાં આવી, અહીં ટોકન આપી દર્શન કરવા દેવાય છે

નવી દિલ્હી: કોરોના વાયરસ ન ફેલાય તેના માટે દેશભરમાં ભીડને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં ધાર્મિક સ્થળો પર પાબંદીઓ લગાવવામાં આવી રહી છે. બુધવારે માતા વૈષ્ણોદેવીની યાત્રા રોકી દેવામાં આવી હતી. વૃંદાવનમાં ભગવાન રંગનાથજીની 171 વર્ષ જૂની વાર્ષિક યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા મંગળવારે  શિરડી સાંઇ મંદિર, શિંગળાપુર સ્થિત શનિધામ અને મદુરાઇ સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિર દર્શનાર્થીઓ માટે  આગામી આદેશ સુધી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. 

ગુરૂવારે આ મંદિર બંધ કરવામાં આવ્યા
દિલ્હી: ઈસ્કોન મંદિરને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. ઈસ્કોન દિલ્હીની વેબસાઇટ પ્રમાણે આ મંદિર 1995માં તૈયાર થયું હતું. રાધાકૃષ્ણના આ ભવ્ય મંદિરના નિર્માણ પર 12 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. 
જમ્મૂ: જમ્મૂના ઐતિહાસિક રઘુનાથ મંદિરને પણ આગામી આદેશ સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરમાં પૂજા-પાઠ ચાલુ રહેશે. આ મંદિરનું નિર્માણ ડોગરા રાજાઓએ 1835થી 1865 વચ્ચે કરાવ્યું હતું. 
ખાટૂ શ્યામ: રાજસ્થાનના સીકર સ્થિત ખાટૂ શ્યામ મંદિરને પણ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. 
ચિત્રકૂટ: ભગવાન રામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ચિત્રકૂટના કામતાનાથ મંદિરને પણ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. 
હરિદ્વાર: અહીં પ્રતિદિવસ થનારી ગંગા આરતી પર 31 માર્ચ સુધી રોક લગાવવામાં આવી છે. 
મુંબઈ: હાજી અલી દરગાહ આગામી આદેશ સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવી છે. 

આ પહેલા નીચેના ધાર્મિક સ્થળોએ નિર્ણય લેવામાં આવ્યો

મમલેશ્વર: મધ્યપ્રદેશમાં ખંડવા પાસે સ્થિત મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પર પણ રોક લગાવવામાં આવી છે. અત્યારે આ મંદિરને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના પુજારી ત્રણ વખત આરતી કરીને ભોગ લગાવતા રહેશે. અત્યાર સુધી ગ્રહણના સમયે આ મંદિર બંધ રાખવામાં આવતું હતું. 
વારાણસી: અહીં થતી ગંગા આરતીમાં હવે નાગરિકો સામેલ નહીં થઇ શકે. આ નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર અને ગંગા સેવા નિધિએ લીધો છે. ગંગા સેવા નિધિના અધ્યક્ષ સુશાંત મિશ્રાએ કહ્યું- દશાશ્વમેઘ ઘાટ પર થનારી મા ગંગાની આરતીનું સ્વરૂપ 31 માર્ચ સુધી સાંકેતિક કરવામાં આવ્યું છે. 
કર્ણાટક: બેંગલુરૂના રાજાજીનગર અને કનકપુરા રોડ સ્થિત ઇસ્કોન ટેમ્પલ આજથી સામાન્ય લોકો માટે આગામી આદેશ સુધી બંધ રહેશે. 

શિરડી: મહારાષ્ટ્રના શિરડી સાંઇ મંદિરને મંગળવાર બપોરે ત્રણ વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. 
તિરૂપતિ: આન્ધ્રપ્રદેશના તિરૂપતિ સ્થિત બાલાજી મંદિરમાં દર્શન બંધ નથી થયા પરંતુ અહીં વેટિંગની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. છેલ્લા અમુક દિવસોથી અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 
વૈષ્ણોદેવી ધામ: જમ્મૂના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ટ્રસ્ટે નિર્દેશ આપ્યો છે કે દેશમાં આવતા NRI 28 દિવસ બાદ જ અહીં આવે. જેમને ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં પરેશાની હોય તેઓ અત્યારે તેમનો પ્રવાસ મુલતવી રાખી દે. 
મહાકાલ: મહાકાલ મંદિરમાં માત્ર ભસ્મ આરતીમાં ભક્તોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કારણ કે આ દરમિયાન અહીં 3-4 કલાકમાં બહોળી સંખ્યમાં લોકો એકઠા થાય છે. 
ત્ર્યંબકેશ્વર: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત આ જ્યોતિર્લિંગ તીર્થમાં મંગળવારથી દર્શન બંધ કરવામાં આવ્યા છે. તે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. 
ઘૃષ્ણેશ્વર: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સ્થિત આ જ્યોતિર્લિંગમાં પણ દર્શન બંધ કરવામાં આવ્યા છે. 
સિદ્ધિવિનાયક: મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરને સોમવારથી આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. મંદિર પ્રશાસને તેમના દરેક કર્મચારીઓને માસ્ક પહેરવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. 
કામાખ્યા મંદિર: ગુવાહાટી સ્થિત આ શક્તિપીઠમાં મંદિર પ્રશાસને દૈનિક લાગતા ભોગને અમુક દિવસો સુધી બંધ કરી દીધો છે. અહીં શ્રદ્ધાળુઓને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. 

પુરાતત્વ વિભાગે 31 માર્ચ સુધી દેશના દરેક સંરક્ષિત સ્થળોને બંધ કર્યા

અમૃતસર: ગોલ્ડન ટેમ્પલ ખુલ્લું છે પરંતુ પરિસરમાં ગોલ્ડન ટેમ્પલ પ્લાઝા બંધક કરી દેવાયું છે. અહીં ભાવિકોને હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવી રહ્યું છે. 
ઓમકારેશ્વર: જ્યોતિર્લિંગ સંસ્થાનને દર્શન માટે બંધ તો નથી કરાયું પરંતુ સંસ્થાને શ્રદ્ધાળુઓને ત્યાં ન જવાનો આગ્રહ કર્યો છે. 
શનિ શિંગળાપુર: મહારાષ્ટ્ર જિલ્લાના શિંગળાપુરમાં શનિધામને પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવાયું છે. 
દલાઇ લામા ટેમ્પલ: ધર્મશાળા સ્થિત આ મંદિર અને સિદ્ધિબાડી સ્થિત ગ્યૂતો મોનેસ્ટ્રીમાં સામા્નય લોકોને પ્રવેશ એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 
મુંબઈના આ 4 મંદિર 31 માર્ચ સુધી બંધ: મુંબાદેવી મંદિર, મહાલક્ષ્મી, બબૂલનાથ અને ઇસ્કોન.
હિમાચલ પ્રદેશના 6 પ્રમુખ મંદિર બંધ : કાંગડામાં બૃજેશ્વરી મંદિર, જ્વાલામુખી મંદિર, ચામુંડા દેવી મંદિર, બગલામુખી મંદિર, બિલાસપુર જિલ્લામાં સ્થિત મા નયનાદેવી મંદિર અને ઉના જિલ્લામાં સ્થિત ચિંતપુર્ણી મંદિર મંગળવાર બપોરથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. 
ગુરૂવાયુર: કેરળના કોચ્ચિ સ્થિત ગુરૂવાયુર મંદિરમાં સીમિત સંખ્યામાં ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને 20 માર્ચથી 28 માર્ચ વચ્ચે અહીં યોજાનાર ભારણી મહોત્સવને જોઇને આ પાબંદી લાગૂ કરવામાં આવી છે. આ દરમિયાન અહીં ભારે ભીડ હોય છે. 

પૂણેના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસનો સ્ટ્રેન અલગ કર્યો, આવું કરનાર ભારત 5મો દેશ બન્યો, દવા બનાવવામાં મદદ મળશે
ઈશા યોગ કેન્દ્ર: દુનિયાભરમાં સંસ્થાના દરેક કેન્દ્રો પર આગામી આદેશ સુધી કાર્યક્રમ રદ કરી દેવાયા છે. ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવે કહ્યું છે કે તેમના કેન્દ્રોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યની દર ત્રણ દિવસમાં તપાસ કરવામાં આવશે. 
 

અન્ય સમાચારો પણ છે...