શીખ વિરોધી તોફાન / SITએ કહ્યુ- 1984માં શીખ યાત્રીઓને ટ્રેનમાંથી બહાર કાઢીને માર્યા, પોલીસે કોઇપણ તોફાનીની ધરપકડ ન કરી

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.

  • SITએ કહ્યુ- દિલ્હીના નાંગલોઇ, કિશનગંજ, દયાબસ્તી, શાહદરા અને તુગલકાબાદ રેલવે સ્ટેશનો પર હત્યાની ઘટનાઓ ઘટી
  • SITના જણાવ્યા અનુસાર પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ પોલીસે કહ્યુ હતું કે તેમની સંખ્યા તોફાનીઓનો સામનો કરવામાં ઘણી ઓછી છે. 
  • એક એફઆઇઆરમાં તોફાનો અને હત્યાઓની 498 ફરિયાદો હતી, પરંતુ તપાસ માટે માત્ર એક જ અધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી

Divyabhaskar.com

Jan 16, 2020, 05:08 AM IST
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ તરફથી નિમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ બુધવારે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે 1984માં શીખ વિરોધી તોફાનોમાં શીખ યાત્રીઓની ટ્રેનમાંથી બહાર ઢસડીને હત્યા કરવામાં આવી હતી. એસઆઇટીએ કહ્યુ કે જ્યારે આ હત્યાઓ કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસે કોઇની પણ ઘટનાસ્થળેથી ધરપકડ કરી ન હતી. પોલીસે ત્યારે કહ્યુ હતું કે અમારું સંખ્યા બળ ખૂબ ઓછું છે.
જાન્યુઆરી 2018માં સુપ્રીમ કોર્ટે એસઆઇટીની રચના કરી હતી. જેનું નેતૃત્વ દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ એસ.એન.ઢિંગરા કરી રહ્યા હતા. જેમા નિવૃત્ત IPS રાજદીપ સિંહ અને હાલના IPS અભિષેક દુલારને સામેલ કરવામાં આવ્યા હતાં. પરંતુ રાજદીપ સિંહે અંગત કારણોસર તેમાં સામેલ થવાથી ઇનકાર કર્યો હતો.
31 ઓક્ટોબર 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં તોફાનીઓએ મોટા પાયે શીખોને નિશાન બનાવ્યા હતાં. આ હિંસામાં માત્ર દિલ્હીમાં જ 2733 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
એસઆઇટીના રિપોર્ટના મહત્વના મુદ્દા
1. શીખ યાત્રીઓના મૃતદેહો પ્લેટફોર્મ પર પડ્યા હતા
એસઆઇટીએ પોતાના રિપોર્ટમા કહ્યુ- તોફાનીઓએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા શીખ યાત્રીઓને બહાર કાઢી રેલવે સ્ટેશન પર તેમની હત્યા કર્યાના 5 મામલા છે. આ ઘટનાઓ 1 અને 2 નવેમ્બર 1984એ દિલ્હીના નાંગલોઇ, કિશનગંજ, દયાબસ્તી, શાહદરા અને તુગલકાબાદમાં બની. યાત્રીઓને તેમના છેલ્લા શ્વાસ સુધી માર મારવામાં આવ્યો અને સળગાવી દેવામાં આવ્યા. આ તમામના મૃતદેહ પ્લેટફોર્મ અને રેલવેના પાટા પર પડ્યા હતા.
2. પાંચ કેસની માહિતી પોલીસને આપવામાં આવી
રિપોર્ટ અનુસાર આ પાંચેય કેસની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસને જણાવવામાં આવ્યું હતું કે તોફાનીઓએ ટ્રેન રોકી શીખ યાત્રીઓ પર હુમલો કર્યો છે. પોલીસે કોઇ પણ તોફાનીની ધરપકડ કરી ન હતી. તેની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું કે પોલીસ દળની સંખ્યા તોફાનીઓ કરતા ઓછી હતી. પોલીસ પહોંચતા જ બધા તોફાનીઓ ફરાર થઇ ગયા હતા.
3. 377 ફરિયાદો મોકલવામાં આવી, FIR માત્ર એક જ નોંધાઇ
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ફાઇલોની તપાસ બાદ ખુલાસો થયો છે કે પોલીસે એફઆઇઆર ઘટનાઓ અને ગુના પ્રમાણે દાખલ કરી ન હતી. એક જ એફઆઇઆરમાં બધી ફરિયાદો નોંધવામાં આવી હતી. તત્કાલીન ડીસીપીએ તોફોનો બાદ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનને 377 ફરિયોદો મોકલી હતી. પરંતુ આ બધા કેસ ભેગા કરી એક જ એફઆઇઆર નોંધવામાં આવી. ત્યાર બાદ હત્યાઓ અને તોફાનોની અન્ય ફરિયાદો પણ આજ એફઆઇઆરમાં સામેલ કરી દેવામાં આવી. આવી એફઆઇઆરમાં લગભગ 498 ઘટનાઓની ફરિયાદો હતી, પરંતુ આ કેસોની તપાસ માટે માત્ર એક જ અધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી. એફઆઇઆર પોલીસ અધિકારીઓ દ્વારા એસએચઓને આપવામાં આવેલી માહિતીને આધારે નોંધવામાં આવી હતી. જેમાં પીડિતોએ કેટલાક શખ્સોની તોફાનીઓ તરીકે ઓળખ કરી હતી અને તેમના નામ તથા સરનામા પણ આપવામાં આવ્યા હતા.
4. સમિતિ બાદમાં બની, કેસ રજીસ્ટર થવામાં ઘણા વર્ષ લાગ્યા
એસઆઇટીએ કહ્યુ- આ બધા કેસ બંધ કરી દેવામાં આવ્યા કારણ કે પીડિતો પોતે આપેલી જાણકારીની ખાતરી આપતા ન હતા. એ સ્પષ્ટ થઇ ગયું હતું કે પોલીસે ચોક્કસ લોકોને ક્લીનચીટ આપવા માટે આ કેસ દાખલ કર્યા હતા. જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચ સમક્ષ હત્યા, લૂંટ અને આગચંપીના સેકડો સોગંદનામા આપવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓના નામ પણ જણાવાયા હતા. આ સોગંદનામાના આધારે તાત્કાલીક એફઆઇઆર દાખલ કરવાના બદલે સમિતિઓ બાદ સમિતિઓની રચના કરવામાં આવી. જેના કારણે વર્ષો સુધી કેસ રજીસ્ટર ન થયા અને તેમાં વિલંબ થતો રહ્યો.
5. 56 હત્યાઓ અંગે માહિતી રજૂ કરાઇ, 5 હત્યાઓમાં ઓરોપ નક્કી કરાયા
કલ્યાણપુરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ એફઆઇઆર વિશે એસઆઇટી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પોલીસે 56 લોકોની હત્યા મામલે એક જ ચાર્જશીટ રજૂ કરી, પરંતુ ટ્રાયલ કોર્ટે માત્ર 5 લોકોની હત્યા મામલે ઓરોપ નક્કી કર્યા, એ માલૂમ નથી થઇ શક્યુ કે શા માટે માત્ર 5 હત્યાઓમાં ઓરોપ નક્કી થઇ શક્યા અને 56 કેસમાં કેમ આરોપ નક્કી ન કરી શકાયા. ટ્રાયલ કોર્ટે દરેક ઘટના માટે અલગથી ટ્રાયલ ચલાવવા માટે કેમ આદેશ ન આપ્યો, તે અંગે પણ કશું સ્પષ્ટ થઇ શક્યું નથી.
X
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી