સિક્કીમ / પૂર્વ મુખ્યમંત્રી ચામલિંગને છોડીને SDFના તમામ 13 ધારાસભ્ય ભાજપમાં જોડાશે

Sikkim Democratic Front legislative join BJP except ex CM Pawan Kumar Chamling

  • પવન કુમાર ચામલિંગ સતત સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી રહેનારા એકમાત્ર નેતા 
  •  2019ની વિધાનસભા ચૂંટણીમાં ચામલિંગને સિક્કીમ ક્રાંતિકારી પાર્ટી નેતા પ્રેમ સિંહ તમાંગે હરાવ્યા 
     

Divyabhaskar.com

Aug 13, 2019, 03:56 PM IST

ગંગટોકઃ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને છોડીને પાર્ટીના તમામ ધારાસભ્યો અને અન્ય સભ્ય ભાજપમાં સામેલ થશે. સદસ્યતા ગ્રહણનો કાર્યક્રમ સોમવારે યોજાઈ શકે છે. આ વર્ષે લોકસભાની સાથે સિક્કીમ વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ચૂંટણીમાં ચામલિંગ પોતાની 25 વર્ષની સત્તા બચાવી શક્યા ન હતા.

ચામલિંગ 1994થી 2019 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. 68 વર્ષના પવન સતત સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી રહેનારા એકમાત્ર નેતા છે. તેમની 26 વર્ષ જુની પાર્ટીને 6 વર્ષ પહેલા બનેલી સિક્કીમ ક્રાંતિકારી પાર્ટીએ હરાવી હતી. વિધાનસભાની 32 બેઠકોમાંથી SDFને 15 અને એસકેએમને 17 બેઠકો મળી હતી. રાજ્યમાં સત્તા માટે 17 બેઠકો હોવી જરૂરી છે.

વિધાનસભાની સ્થિતી

કુલ બેઠકોઃ 32, બહુમતી-17

દળ

2019માં બેઠકો

2014માં બેઠકો

SDF

15

22

SKM

17

10

અન્ય

00

00

ચામલિંગ આ વખતે બે બેઠકો પરથી લડ્યા અને બન્ને પર જીત્યાઃ આ વખતની ચૂંટણીમાં પવન ચામલિંગ બે બેઠક નમચી સિંથિયાંગ અને પોકલોક કામરાંગથી ચૂંટણી લડ્યા અને બન્ને બેઠકો પરથી જીત્યા હતા.

X
Sikkim Democratic Front legislative join BJP except ex CM Pawan Kumar Chamling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી