તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગમાં 144 સીટો ન મળી તો વિધાનસભા ચૂંટણીમાં BJP સાથે ગઠબંધન નહીં થાય: શિવસેના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું- ભાજપ સાથે 50 ટકા ભાગીદારીની ફોર્મ્યૂલાથી જ ગઠબંધન થશે
  • મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટો છે, જેમાં 244 સીટમાં ભાજપ-શિવસેના વચ્ચે વહેંચણી થશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભા સીટના ભાગલા વિશે ખેંચતાણ વધી રહી છે. ગુરુવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, જો પાર્ટી 144 સીટ નહીં આપે તો ભાજપ સાથે ગઠબંધન ટૂટી શકે છે. રાઉતનું આ નિવેદન શેવસેના નેતા અને રાજ્ય સરકારના મંત્રી દિવાકર રાઉતના નિવેદનના સમર્થનમાં આવ્યું છે.
દિવાકરે બુધવારે કહ્યું છે કે, જો શિવસેનાને 144 સીટ નહીં મળે તો ગઠબંધન નહીં થાય. મીડિયા સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું કે, અમિત શાહ અને મુખ્યમંત્રી સાથે 50-50 ટકા સીટોની વહેંચણીની ફોર્મ્યૂલા પર નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી દિવાકર રાઉતનું નિવેદન ખોટું નથી. અમે ચૂંટણી સાથે લડીશું, કેમ નહીં લડીએ?

120 સીટ આપવા માગીએ છીએ
સૂત્રો પ્રમાણે ભાડપ શિવસેનાને રાજ્યમાં 120થી વધારે સીટ આપવા નથી માગતી. રાજ્યમાં કુલ 288 વિધાનસભા સીટ છે. જેમાં 44 સીટ અન્ય સહયોગી પાર્ટી માટે છોડી દેવામાં આવી છે.એટલે કે કુસ 244 સીટમાં ભાજપ અને શિવસેના વચ્ચે સીટની વહેંચણી થવાની છે. તેમાં શિવસેના 144 સીટની માંગણી પર અટકેલી છે.

2014માં પણ અંતિમ સમયે ગઠબંધન ટૂટ્યું હતું
2014ની વિધાનસભા ચૂંટણી સમયે પણ અંતિમ સમયે ભાજપ-શિવસેનાનું ગઠબંધન ટૂટ્યુ હતું. બંને પાર્ટીઓએ અલગ અલગ ચૂંટણી લડી હતી, પરંતુ પરિણામ પછી બંનેએ સાથે મળીને સરકાર બનાવીન હતી. આ વખતે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર સીટોના ભાગલાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. આ સંજોગોમાં શિવસેના અને ભાજપના ગઠબંધનની સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

2014 ની વિધાનસભા ચૂંટણીના પરિણામ

પાર્ટીસીટ
ભાજપ122
શિવસેના63
કોંગ્રેસ42
એનસીપી41
અન્ય20
કુલ288

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો