મહારાષ્ટ્ર / સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપ સરકાર બનાવી શકતુ નથી, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે બહુમતી મેળવી શકે તેમ નથીઃ રાઉત

સંજય રાઉત
શિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે માતોશ્રીમાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી
શિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે માતોશ્રીમાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી

  • શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું- જો ભાજપ કહે છે કે મહાયુતીની સરકાર હશે તો તે સરકાર બનાવવાનો દાવો શાં માટે કરતું નથી.
  • જો બહુમતી નથી તો ભાજપ જનતા સમક્ષ આવીને કહે કે તે સરકાર બનાવી શકતી નથી. બંધારણ કોઈની જાગીર નથી.
  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોથી માતોશ્રીમાં મુલાકાત કરી, હોટેલમાં રોકાવાની વ્યવસ્થા કરી.

Divyabhaskar.com

Nov 07, 2019, 05:09 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર રચવા બેઠકોનો દોર જારી છે. શિવસેના તરફથી સતત નિવેદન આવી રહ્યા છે. હવે પક્ષના સાંસદ અને મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતે કહ્યું છે કે ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં સરકાર બનાવી શકતું નથી. આ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ બહુમતી મેળવી શકતું નથી. આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના થવી જોઈએ. પક્ષની ભૂમિકામાં કોઈ ફેરફાર થયો નથી.જો ભાજપ પાસે બહુમતી છે તો તે શાં માટે દાવો કરતું નથી. તેઓ રાજ્યપાલ પાસેથી ખાલી હાથે પાછા આવ્યા છે. બંધારણના દરેક પેજથી અમે વાકેફ છીએ. બંધારણ કોઈની જાગીર નથી.

બીજીબાજુ શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે ગુરુવારે માતોશ્રીમાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે અમે આગામી બે દિવસ માટે હોટેલ રંગશારદામાં રોકાણ કરશું. અમે એ જ કરશું કે જે ઉદ્ધવ સાહેબ કરવા માટે કહેશે. આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જે ધારાસભ્ય મરાઠવાડા અથવા અંતરિયાળ વિસ્તારોમાં રહે છે તેમને રોકાવા માટે હોટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય શિવસેના ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેમને શાંત રહેવા અને એક જૂટ રહેવા કહેવામાં આવ્યું છે. ઉદ્ધવજી અંતિમ નિર્ણય લેશે. શિવસેનાનું કહેવું છે કે જે ચર્ચા લોકસભા ચૂંટણી સમયે થઈ હતી, તે અંગે જ વાત થવી જોઈએ. બીજીબાજુ મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવાર અને પૃથ્વીરાજ ચવ્હાણ વચ્ચે બેઠક થઈ રહી છે. બન્ને બંધ બારણે વાતચીત કરી છે.

શિવસેનાથી અલગ સરકાર બનાવવાની ઈચ્છા નહીં: મુનગંટીવાર

આ અગાઉ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રીમાં પણ શિવસેના ધારાસબ્યોની એક બેઠક યોજાઈ હતી. બીજીબાજુ ભાજપના વરિષ્ઠ નેતા સુધિર મુનગંટીવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમની શિવસેનાથી અલગ થઈને સરકાર રચવાની કોઈ જ ઈચ્છા નથી. રાજ્યપાલને મળીને પરિસ્થિતિ અંગે વાકેફ કરવામાં આવશે. આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશું નહીં. ત્યારબાદ ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલની મુલાકાત કરી હતી.

શિવસેનાને વિધાયકોની ખરીદ-વેચાણનો ડર

56 બેઠક મેળવનાર શિવસેનાને હવે તૂટવાનો ડર લાગી રહ્યો છે. પક્ષના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યું હતું કે કેટલાક લોકો નવા ધારાસભ્યોના સંપર્કમાં આવી ખરીદને લગતી ભાષા બોલી રહ્યા છે. પણ કોઈ ખેડૂતોને પૈસા આપવા તૈયાર નથી. રાજ્યમાં મૂલ્ય વિહિન રાજનીતિ અમે નહીં ચલાવીએ. આ માટે શિવસૈનિક તલવાર લઈને ઉભા છે. રાઉતે કહ્યું હતું કે ભાજપ સૌથી મોટો પક્ષ છે. જો સરકાર બને છે તો અમને ખબર છે કે અમારે શું કરવાનું છે.

NCP નું સરકાર બનાવવાથી ઈન્કાર

NCP પ્રમુખ શરદ પવારે બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે ભાજપ-શિવસેના રાજ્યમાં સરકાર બનાવે. અમને પ્રજાએ વિપક્ષમાં બેસવા માટે કહ્યું છે, અમે વિપક્ષમાં બેસશું. હાલમાં મારી પાસે કહેવા માટે કંઈ પણ નથી. ભાજપ-શિવસેનાને જનાદેશ મળ્યો છે, માટે તેમણે ટૂંક સમયમાં સરકારની રચના કરવી જોઈએ. અમારો જનાદેશ વિપક્ષની ભૂમિકા ભજવવાનો છે. પવારે કહ્યું હતું કે હવે ફક્ત એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેના સાથે મળી સરકારની રચના કરે.

હવે ફક્ત બે દિવસનો જ સમય બાકી છે

9મી નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જો આાગમી બે દિવસમાં કોઈ પણ પક્ષ અથવા ગઠબંધન સરકાર બનાવી નહીં શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. 24મી ઓક્ટોબરના રોજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા ત્યારબાદ રાજ્યમાં સરકાર બનાવવાને લઈ સતત દ્વિધાભરી સ્થિતિ જોવા મળી રહી છે.

મુખ્યમંત્રી બનવાની અફવાઓ પર ગડકરીએ કહ્યું- હું દિલ્હીમાં જ ખુશ છું, શિવસેનાના સમર્થનથી જ સરકાર બનશે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના વિશે શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળે તેવી વાત પછી એવી અટકળો લગાવવામાં આવતી હતી તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બની શકે છે. જોકે ગડકરીએ નાગપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે કહ્યું છે કે, હું દિલ્હીમાં જ ખુશ છું અને મારુ કામ ચાલુ રાખીશ. મારો મહારાષ્ટ્ર પાછો આવવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીના નેતૃત્વમાં જ અને શિવસેનાના સમર્થનથી જ સરકાર બનશે.

X
શિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે માતોશ્રીમાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીશિવસેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે માતોશ્રીમાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી