તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવસેના નેતા સંજય રાઉતની તબિયત બગડી, છાતીમાં દુખાવો થતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉતની તબિયત કથળી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું હતું કે શિવસેના નેતા સંજય રાઉતને આજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 3.30 વાગે હોસ્પિટલ પહોંચ્યા હતા.
અધિકારીએ કહ્યું હતું કે રાઉતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમનો ઈલાજ ડો.જેલેલ પારકર દ્વારા કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે રાઉત છેલ્લા 15 દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હતા. રાઉત બે દિવસ અગાઉ નિયમિત તપાસ માટે હોસ્પિટલ આવ્યા હતા. તે સમયે ECG (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ) કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી. ECG અહેવાલને આધારે ડોક્ટરોએ તેમને આજે હોસ્પિટલ આવવા માટે સલાહ આપી હતી. રાજ્યસભાના સભ્ય ભાઈ અને શિવસેનાના ધારાસભ્ય સુનીલ રાઉતે કહ્યું હતું કે કાલે રજા આપવામાં આવી શકે છે. ડોક્ટર સાંજના સમયે નક્કી કરશે કે તેમની એન્જિયોગ્રાફી કરવી છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...