તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sharad Pawar Will Appear Before The ED In Mumbai Today, Section 144 Applies In 7 Police Station Areas

શરદ પવારે ED ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો, કહ્યું- બેન્ક કૌભાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શરદ પવારે એક પછી એક ત્રણ ટ્વીટ કરી પાર્ટીના કાર્યકર્તાઓને સંયમ રાખવા માટે અપીલ કરી
  • પવારે કહ્યું કે, કાર્યકર્તા એવું કંઈ પણ ન કરે જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે

મુંબઈઃ NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) પ્રમુખ શરદ પવારને શુક્રવારે EDની ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો છે. NCP પ્રમુખે કહ્યું કે, હું EDને જણાવવા માંગતો હતો કે,મેં કંપનીમાં કોઈ પદ નથી લીધું, ન તો હું ડાયરેક્ટર હતો. તેમ છતા મારી પર FIR કરાઈ હતી. તેમણે કહ્યું કે, આ કૌભાંડ સાથે મારે કંઈ લેવા દેવા નથી. આ પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખતા EDએ પવારને ઈમેલ કરીને ઓફિસ ન આવવા માટે કહ્યું હતું. ઈડીએ એવું પણ કહ્યું કે, પવારે ક્યારે ઓફિસ આવવાનું રહેશે, તેની પણ સૂચના આપવામાં આવશે.
આ પહેલા મુંબઈના 7 પોલીસસ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ પહેલા ગુરુવારે શરદ પવારે તેમના સમર્થકોને અપીલ કરી હતી કે, EDની ઓફિસ સામે એકઠા ન થાય, MSC બેન્ક કેસમાં EDએ પવારનું એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR)માં સામેલ કર્યું હતું. શિવસેનાએ શરદ પવારનો બચાવ કરતા કહ્યું કે, રાજકારણના ભીષ્મપિતામહ સાથે ખોટું થઈ રહ્યું છે.

ટ્વીટ કરીને કાર્યકર્તાઓને મેસેજ આપ્યો 
ગુરુવારે શરદ પવારે એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા અને પાર્ટીના કાર્યકર્તાઓની અપીલ કરતા કહ્યું કે, આપણે બંધારણનો આદર કરવાવાળા લોકો છીએ, જેથી પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ સાથે તપાસમાં સહયોગ કરશો. એવું કોઈ પણ કામ ન કરતા જેનાથી લોકોને મુશ્કેલી પડે. 

બીજા ટ્વીટમાં કહ્યું કે, હું મારા તમામ NCP સભ્યો અને સમર્થકોને ઈડીની ઓફિસ બહાર એકઠા ન થવા માટે અપીલ કરું છું. બંધારણ અને સંસ્થાઓના સમ્માન માટે આપણી પરંપરાને ધ્યાનમાં રાખીને હું પાર્ટી કાર્યકર્તાઓને પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓને સહયોગ માટે અપીલ કરું છું. 

પવારને શિવસેનાનું સમર્થન મળ્યું
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, પવાર રાજકારણના ભીષ્મ પિતામહ છે. તેમની સાથે ખોટું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પહેલા ક્યારેય બદલાની ભાવનાનું રાજકારણ નથી રમાયું. શરદ પવારે મહારાષ્ટ્ર અને કૃષિ ક્ષેત્રે ઘણી કામગીરી કરી છે. પવાર કરતા અમારી વિરુદ્ધ છે પણ હું એટલું જ કહીશ કે EDએ તેમની સાથે ખોટું કર્યું છે. આ કૌભાંડ અંગે વિધાનસભામાં ચર્ચા કરાઈ હતી, ત્યારે તેમનું ક્યાંય નામ ન હતું. ED આજે ભગવાન કરતા પણ મોટો થઈ ગયું છે? ભગવાન માફ કરી શકે, પણ ED નહીં.

આ તકવાદી રાજનીતિઃ રાહુલ ગાંધી 
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, સરકારના બદલાના રાજકારણનું તાજું ઉદાહરણ શરદ પવારજી છે. રાજ્યમાં ચૂંટણીના ઠીક પહેલા આ પ્રકારની કાર્યવાહી તકવાદી રાજનીતિ તરફ ઈશારો કરે છે. 

અન્નાએ કહ્યું- મારા પુરાવાઓમાં પવારનું નામ ન હતું


બેન્ક કૌભાંડમાં નામ આવ્યા બાદ પવાર માટે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ તેમને ક્લીન ચીટ આપી છે. અન્નાએ ગુરુવારે કહ્યું કે, મેં જે પુરાવા આપ્યા છે તેમાં પવારનું નામ નથી. અન્નાએ એવું પણ કહ્યું કે, ઈડીએ શેના આધારે તેમનું નામ લીધું છે, જે અંગે તેમને કોઈ જાણ નથી. પણ આ કેસની તપાસ થવી જ જોઈએ અને જે પણ આરોપીઓ છે તેમને સજા મળવી જોઈએ. 

શું છે સમગ્ર મામલો?
કૌભાંડ સંબંધિત કરવામાં આવેલી ફરિયાદમાં NCP નેતા અને શરદ પવારના ભત્રીજા સિવાય પાર્ટીના નેતા હસન મુશ્રીફ અને કોંગ્રેસ નેતા મધુરક ચવ્હાણ સિવાય બેન્કના અલગ અલગ જિલ્લાઓની શાખાઓના વરિષ્ઠ અધિકારીઓના નામ પણ સામેલ છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે 2007 થી 2011 વચ્ચે બેન્કોને અંદાજે એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલા અંગે નાબાર્ડ અને મહારાષ્ટ્ર સહકારિતા વિભાગ તરફથી કરાયેલી ફરિયાદમાં બેન્કને થયેલા નુકસાન માટે અજિત પવાર અને બેન્કના અન્ય નિયામકોને જવાબદાર ગણાવ્યા છે.અન્ય સમાચારો પણ છે...