રાજનાથની શસ્ત્ર પૂજા / શરદ પવારનો પ્રહાર- નવી ટ્રક ખરીદ્યા પછી ડ્રાઈવર કરે છે તેમ રાફેલ પર પણ લીંબૂ-મરચા લટકાવી દીધા

Sharad Pawar Dig Over Defence minister Rajnath Singh Rafale Shastra Puja In France

  • કોંગ્રેસે ફ્રાન્સના મેરિનેક એરબેઝ પર રક્ષામંત્રી રાજનાથ સિંહની શસ્ત્ર પૂજાને તમાશો ગણાવ્યો
  • ભાજપે જવાબ આપ્યો- ક્વોત્રોચીની પૂજા કરનાર લોકોને શસ્ત્ર પૂજાની પરંપરા અસહજ લાગશે

Divyabhaskar.com

Oct 10, 2019, 05:06 PM IST

યવતમાલ: કોંગ્રેસ પછી હવે એનસીપી પ્રમુખ શરદ પવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની શસ્ત્ર પૂજા પર આકરા પ્રહાર કર્યા છે. શરદ પવારે ગુરુવારે કહ્યું કે, રાફેલ પર લીંબૂ-મરચા લટકાવી દીધા જેવા કે નવી ટ્રક ખરીદતી વખતે ડ્રાઈવર કરે છે તેમ. આ પહેલાં કોંગ્રેસે પણ રાજનાથ સિંહની શસ્ત્ર પૂજાને તમાશો ગણાવ્યો હતો.

8 ઓક્ટોબરે ફ્રાન્સે રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ સોંપ્યું હતું. ત્યારપછી રાજનાથ સિંહે રાફેલની શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે રાફેલ પર ઓમ લખ્યો હતો અને તેના પૈડા નીચે લીંબૂ મૂક્યું હતું.

રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણય પર કોઈ શંકા નથી- પવાર
શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે વિશે મને કોઈ શંકા નથી. પરંતુ મેં વાંચ્યું છે. ખબર નહીં આ સાચું છે કે નહીં, પરંતુ તમે આને શું કહેશો જ્યારે રાફેલ એરક્રાફ્ટને કોઈની નજર ન લાગે તે માટે તમે તેના પર લીંબૂ-મરચા લટકાવી દો. આ તો કોઈ નવી ટ્રક ખરીદતી વખતે ડ્રાઈવર કરે તેવું વર્તન છે.

ખડગેએ કહ્યું- અમે બોફોર્સ કોઈ પણ દેખાડા વગર લાવ્યા હતા
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, આ પ્રકારનો તમાશો કરવાની કોઈ જરૂર નહતી. જ્યારે અમે બોફોર્સ જેવા હથિયાર ખરીદ્યા હતા ત્યારે ત્યાં કોઈ વિદેશ નહતું ગયું અને કોઈ પણ દેખાડા વગર તેને લઈ આવ્યા હતા. આ સરકાર સંપૂર્ણ પણે નાટકબાજ છે. તમે ફ્રાન્સ જાઓ છો અને પૂજા કરો છે. શું પહેલાં રાફેલ જેટ કદી ભારત આવ્યા જ નથી? તમે વિદેશ જઈને નાટક કરો છો.

શાહે કહ્યું- વિજ્યાદશ્મી શસ્ત્ર પૂજન કરીને મનાવવામાં આવે છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે હરિયાણામાં એક રેલીમાં કહ્યું કે, રાજનાથ સિંહે રાફેલની શસ્ત્ર પૂજા કરી. પરંતુ કોંગ્રેસ દેશની આ પરંપરાથી ખુશ નથી. વીજિયાદશ્મી એ ખરાબ પર સારાની જીત મેળવીને શસ્ત્રની પૂજા કરીને મનાવવામાં આવે છે.

ભાજપે ટ્વિટ કરીને કોંગ્રેસને જવાબ આપ્યો હતો કે- જે પાર્ટી ક્વોત્રોચીની પૂજા કરે છે તેને શસ્ત્ર પૂજા સ્વાભાવિક સમસ્યા લાગી શકે છે. ધન્યવાદ ખડગેજી, તમે બોફોર્સ કૌભાંડની યાદ અપાવી દીધી.

X
Sharad Pawar Dig Over Defence minister Rajnath Singh Rafale Shastra Puja In France
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી