તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shaheen Bagh Caa NRC Protest Delhi Invite PM Modi On Valentines Day News And Updates

CAAના વિરોધ પ્રદર્શનકારીઓએ PM મોદીને મોકલ્યું આમંત્રણ; કહ્યું- આજે અમારી સાથે ઉજવો ‘વેલેન્ટાઈન ડે’

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહીન બાગમાં વિરોધ કરતાં યુવકો પીએમને ત્યાં આવીને વાત કરવા અપીલ કરી
  • પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ રાખ્યા માઈક

નવી દિલ્હી: પાટનગર દિલ્હીના શાહીન બાગમાં સતત નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કડકડતી ઠંડીમાં પણ મહિલાઓ ધરણાં કરી રહી છે. અંદાજે 2 મહિના પછી પણ અહીં સતત વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યા છે. વિવિધ રીતે વિરોધ કરતાં પ્રદર્શનકારીઓએ હવે શુક્રવારે વડાપ્રધાન મોદીને ત્યાં આવીને તેમની સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા માટે આમંત્રણ આપ્યું છે.
નોંધનીય છે કે, CAA અને NRC પરત લેવા 15 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


વેલેન્ટાઈન ડેના આગળના દિવસથી એટલે કે ગુરુવાર સાંજથી અહીં ‘મોદી તુમ કબ આઓગે’નું ગીત ગાવામાં આવી રહ્યું છે. યુવકો તરફથી મોદી માટે સ્ટેજ પર એક ગિફ્ટ તરીકે મોટું ટેડિ બિયર પણ રાખવામાં આવ્યું છે. યુવક ગ્રૂપની સભ્ય કરિશ્માએ જણાવ્યું છે કે, મોદીને અહીં બોલાવવા માટે આ બધુ સજાવવામાં આવ્યું છે. તેઓ અહીં આવે અને આ ભેટ સ્વીકારે. લોકો સાથે વાત કરે. કરિશ્માએ કહ્યું કે, મોદી અહીં આવશે તો અમે તેમના માટે ‘પ્યાર વાલા એક ગીત’ અને ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ પણ રજૂ કરીશું.


પ્રદર્શન સ્થળ પર આવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે અને તેને સોશિયલ મીડિયા ઉપર પણ દર્શાવવામં આવ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી, પ્લીઝ શાહીન બાદ આવો, તમારી ગિફ્ટ સ્વીકારો અને અમારી સાથે વાત કરો. શાહીન બાગના પ્રદર્શનકારી તાસીર અહમદે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી, અથવા અમિત શાહ અથવા અન્ય કોઈ સીનિયર અધિકારી આવે  અને અમારી સાથે વાત કરે. તેઓ અમને સમજાવશે કે જે થઈ રહ્યું છે તે બંધારણ વિરુદ્ધ નથી તો અમે અમારું પ્રદર્શન ખતમ કરી દઈશું.


શાહીન બાગના યુવક સંગઠને કહ્યું છે કે, પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આજે અહીં માઈક બંધ રાખ્યા છે. અમે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પણ શાહીન બાગ આવવા આમંત્રણ આપ્યું છે. ઉપરાંત આ પ્રેમના પ્રતીક દિવસે અમે નફરતને ખતમ કરવા વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપ્યું છે અને અહીં આવીને ધરણાં પર બેઠેલી માતાઓ અને બહેનો સાથે વાત કરવાની અપીલ કરી છે 
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો