તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shah Faesal, Former Civil Servant And Chief Of Jammu & Kashmir People's Movement, Booked Under Public Safety Act.

ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ પછી પૂર્વ IAS શાહ ફૈસલ પર PSA લગાવાયો, નજરકેદ વધવાની શક્યતા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફૈસલની 14 ઓગસ્ટે અમેરિકા જતી વખતે તેમની દિલ્હી એરપોર્ટથી અટકાયત
  • શાહ ફૈસલ IASની નોકરી છોડી રાજકારણમાં આવ્યા, તેઓ જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મુવમેન્ટના પ્રમુખ
  • ફૈસલ અનુચ્છેદ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે, 14 ઓગસ્ટે અમેરિકા જતી વખતે તેમની દિલ્હી એરપોર્ટથી અટકાયત કરવામાં આવી છે
  • PSA અંતર્ગત ભડકાઉ નિવેદન આપનારને ટ્રાયલ વગર 3 મહિના અટકાયતમાં રાખવાની જોગવાઈ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના નેતા અને પૂર્વ IAS શાહ ફૈસલ વિરુદ્ધ પબ્લિક સિક્યુરિટી એક્ટ (PSA) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેઓ જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મુવમેન્ટના પ્રમુખ પણ છે. આ પહેલાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તી સામે PSA અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં ઘણાં નેતાઓને નજરબંધ રાખવામાં આવ્યા છે. PSA અંતર્ગત ઉશ્કેરણીજનક નિવેદન આપવા અને કાયદા-વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારને ટ્રાયલ વગર 3 મહિનાની અટકાયતમાં રાખવામાં આવે છે.

  • શાહ ફૈસલ સિવિસ સર્વિસ પરીક્ષા (UPSC) 2010ના ટોપર રહ્યા છે. તેઓ આ ક્રમ મેળવનાર જમ્મુ-કાશ્મીરના પહેલાં વ્યક્તિ છે. તેમણે ગયા વર્ષે રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી. તેઓ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને કેન્દ્ર સરકારના નિર્ણયનો જાહેરમાં વિરોધ કરી ચૂક્યા છે.
  • 14 ઓગસ્ટે તેમની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. ત્યારે તેઓ વિદેશ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારપછીથી તેમને શ્રીનગરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ 12 ઓગસ્ટના નિર્ણય વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. ફૈસલે કહ્યું હતું કે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરવા અમેરિકા જઈ રહ્યા હતા. જ્યારે સરકારે જણાવ્યું કે તેઓ સ્ટૂડન્ટ વિઝા પર નહીં પરંતુ ટૂરિસ્ટ વિઝા પર જઈ રહ્યા હતા.

PSAમાં ટ્રાયલ વગર 3 મહિના અટકાયતમાં રાખવાની જોગવાઈ
પૂર્વ મુખ્યમંત્રી શેખ અબ્દુલાની સરકારમાં જમ્મુ-કાશ્મીરમાં ટિમ્બરના તસ્કરો પર કાર્યવાહી કરવા માટે નાગરિક સુરક્ષા કાયદો (PSA) બનાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત તણાવ ઉભો કરવા, જનતાને ઉશ્કેરવા અને કાયદો વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની ગતિવિધિઓમાં સામેલ લોકોને ટ્રાયલ વગર 3 મહિના સુધી અટકાયતમાં રાખવાની જોગવાઈ છે. જરૂર પડે તો અ સમય મર્યાદાને વધારી પણ શકાય છે. સામાન્ય રીતે આ કાયદાઓનો ઉપયોગ આતંકીઓ, ભાગલાવાદીઓ અને પથ્થરબાજોની અટકાયત માટે કરાય છે. જોકે પ્રથમ વખત આ કાયદા અંતર્ગત મુખ્ય રાજકીય નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો