શેરબજાર / સેન્સેક્સ 168 અંક વધીને બંધ, નિફ્ટીએ 11,930ની સપાટી વટાવી

Divyabhaskar.com

Jun 10, 2019, 06:48 PM IST
Sensex rises 168 points, Nifty surpasses the 11,930 mark
X
Sensex rises 168 points, Nifty surpasses the 11,930 mark

  • યસ બેન્કના શેરમાં 2.5%, ઈન્ડસઈન્ડ બેન્કમાં 2% ઉછાળો આવ્યો
  • સેન્સેક્સ ઉપરના સ્તરથી 250, નિફ્ટી 80 અંક નીચે આવ્યો  


 

મુંબઈઃ શેરબજારે સપ્તાહની શરૂઆત તેજીની સાથે કરી છે. સેન્સેક્સ 171 અંકના વધારા સાથે 39,787 પર ખુલ્યો હતો. તે 168 અંક ઘટીને 39,784ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટીની શરૂઆત 64 અંકના વધારા સાથે 11,934.90 પર થઈ હતી. તે 52 અંકના વધારા સાથે 11,922 પર બંધ થયો હતો.

એનએસઈ પર મીડિયા ઈન્ડેક્સમાં 1 ટકા તેજી

1.

કારોબાર દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 44 શેરમાં વધારો નોંધાયો છે. યસ બેંકમાં 2.5 ટકા અને ઈન્ડસઈન્ડ બેંકમાં 2 ટકા ઉછાળો આવ્યો. બીએસઈ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી અને કોટક બેંકના શેરમાં 0.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈના તમામ 11 સેકટર ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો. મીડિયા ઈન્ડેક્સમાં સૌથી વધુ 1 ટકા ઉછાળો આવ્યો છે.

2.

મજબૂત વિદેશી અને ઘરેલું સંકેતોમાંથી બજારમાં તેજી આવી છે. આઈટી અને બેન્કિંગ સેકટરના શેરમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની શકયતાથી રોકાણકારો ખરીદી કરી રહ્યાં છે. અમેરિકા દ્વારા મેક્સિકો પર આયાત મુલ્ય લગાવવાના નિર્ણયને પરત ખેચવાના પગલે એશિયાઈ બજારોમાં સેન્ટીમેન્ટ સારા થયા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી