તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સીનિયર એડવોકેટ હરિશ સાલ્વેની ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિશ સાલ્વે, ફાઇલ
  • 16 માર્ચે તેઓ સત્તાવાર રીતે નિમણૂક પામશે, હરિશ સાલ્વે ભારતના સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે

નેશનલ ડેસ્ક: વરિષ્ઠ એડવોકેટ હરિશ સાલ્વેની ઇન્ગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ માટે ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક થઇ છે. તેમના નામની જાહેરાત યૂકેની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા 13 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. તેઓ 16 માર્ચે સત્તાવર રીતે ક્વિન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક પામશે. વકાલતના ક્ષેત્રમાં જેમણે ઉચ્ચ કક્ષાની કાર્યક્ષમતા દર્શાવી હોય તેમને આ ટાઇટલ મળે છે. 
હરિશ સાલ્વેએ તેમનો LLBનો અભ્યાસ નાગપુર યુનિવર્સિટીમાંથી કર્યો હતો અને જેબી દાદાચંદજી એન્ડ કંપની સાથે 1980માં જોડાઇને કરિયરની શરૂઆથ કરી હતી. ત્યારબાદ 1992માં તેઓ દિલ્હી હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ બન્યા હતા. 1999 થી 2002 સુધી તેમણે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પણ સેવા આપી હતી . તેમણે ભારત અને વિદેશોમાં પણ અમુક ખુબ મહત્વપૂર્ણ મામલાઓમાં તેમનું સેવાકીય યોગદાન આપ્યું છે. ICJમાં તેઓ ભારત તરફતી કુલભૂષણ જાદવના કેસ માટે રજૂ થયા હતા. 

 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો