પુલવામા હુમલાનું એક વર્ષ / શ્રીનગરથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ સુરક્ષાબળોએ આતંકી જૂથોના આકાઓને ઠાર માર્યા, એક વર્ષમાં ઘણા હુમલાઓના કાવતરા નિષ્ફળ

Security forces wiped out leadership of terrorist organizations, conspiracy to carry out many big attacks in one year

  •  14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા 
  • CRPFના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં જોઈન્ટ ઓપરેશન ચલાવીને આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો 
  • અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આતંકીઓએ ઘણી વખત પુલવામા જેવા હુમલાનું કાવતરું રચ્યું, પરંતુ દર વખતે તેને નિષ્ફળ કરી દેવાયું 
     

Divyabhaskar.com

Feb 14, 2020, 10:36 AM IST

શ્રીનગરથી ઈકબાલઃ પુલવામા આતંકી હુમલાને આજે એક વર્ષ પુરુ થઈ ગયું છે. આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. છેલ્લા એક વર્ષમાં સુરક્ષાબળોએ આતંકીઓને પકડવાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. હવે આતંકીઓ વિરુદ્ધ જોઈન્ટ ઓપરેશન જ કરાઈ રહ્યા છે. મોટાભાગના આતંકી ઠેકાણાઓને શોધીને આતંકવાદીઓને પકડવામાં આવી રહ્યા છે અથવા તો તેમને એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવે છે. CRPFના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાબળોની કાર્યવાહીથી હતાશ આતંકી પુલવામા જેવા હુમલાઓ કરવાનો પ્રયાસ કર છે, પરંતુ સુરક્ષાબળોને રણનીતિના કારણે આતંકી માટે હવે આવા ષડયંત્રને અંજામ આપવો સરળ નથી.

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-શ્રીનગર હાઈવે પર પુલવામા પાસે લેથપોરા વિસ્તારમાં CRPFની બસ પર આત્મઘાતી હુમલો કરાયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલો કાશ્મીરમાં 30 વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો હતો. હુમલાને આદિલ ડારે અંજામ આપ્યો હતો, જે જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતો.

હાલ પણ ઈન્ટેલિજેન્સ ઈનપુટ મળી રહ્યા છે, પરંતુ આતંકી હુમલો કરવામાં સફળ થયા નથી
CRPFના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સુરક્ષા એજન્સીઓને ઘણી વખત ઈનપુટ મળે છે કે આતંકવાદી કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં છે. પરંતુ ગત વર્ષથી જ સુરક્ષાબળોએ નવી યોજના અપનાવી લીધી છે અને સિક્યોરીટી ડ્રિલ વધારી દીધી છે. આ જ કારણે હુમલો કરવો હવે આતંકવાદીઓ માટે મુશ્કેલ બની રહ્યો છે. અધિકારીઓના કહ્યાં પ્રમાણે, CRPFએ તેમની ટ્રેનિંગમાં ફેરફાર કરી તેને વધુ શ્રેષ્ઠ રીતે કરવાનું ચાલું કરી દીધું છે. તેમના ઈક્વિપમેન્ટ, મોબિલિટી અને નેવિગેશનમાં પણ ઘણા ફેરફાર કર્યો છે.

પુલવામા હુમલા બાદ એક વર્ષમાં શું બદલાયું?
1) નવી સ્ટ્રેટજી
આતંકીઓ વિરુદ્ધ હવે નવી યોજના અપનાવવામાં આવી રહી છે. હુમલાનું ષડયંત્ર રચનારાઓ અથવા IED બનાવનારાઓની ઓળખ કરાઈ રહી છે કે પછી તેમને પકડવામાં આવી રહ્યા છે. જેનું દેખીતું ઉદાહરણ એટેલે કારી યાસિર. પાકિસ્તાની આતંકી કારી યાસિર જૈશ-એ-મોહમ્મદનો કાશ્મીરનો ચીફ હતો. તે પુલવામા હુમલા માટે IED બનાવનારાઓમાં સામેલ હતો. જાન્યુઆરીમાં તેને શોધીને તેનું એન્કાઉન્ટર કરાયું હતું. તે નવા આતંકીઓને ભરતી કરી રહ્યો હતો અને ગણતંત્ર દિવસ પર IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. જાન્યુઆરીમાં જ સુરક્ષાબળોએ શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના વધુ એક મોડ્યુલની ભાળ મેળવી અને પાંચ આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. આ આતંકવાદીઓ પાસે મોટા સંખ્યામાં હથિયાર અને દારૂગોળા મળી આવ્યા હતા, જેમાં જેલેટિન સ્ટીક અને સુસાઈડ વેસ્ટ સામેલ હતા.

2) જોઈન્ટ ઓપરેશનમાં મજબૂતાઈ
પોલીસ, આર્મી, CRPF જેવા સુરક્ષાબળો મળીને આતંકવાદીઓ વિરુદ્ધ જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યા છે. આવું પહેલા પણ થઈ રહ્યું હતું, પરંતુ હવે તમામ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશન પહેલા કરતા વધારે છે. જેવી રીતે કોઈ એક સુરક્ષાબળને ઈન્ટેલિજેન્સ ઈનપુટ મળતાની સાથે તેને દરેક એન્જસીઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જો કોઈ આતંકી શંકાસ્પદ રીતે પકડાય છે તો તેની પુછપરછમાં મળી આવેલી તમામ માહિતી અન્ય એન્જસીઓને પણ આપવામાં આવે છે. આનાથી એન્ટી ટેરર ઓપરેશન્સમાં ફોકસ્ડ વર્કિંગ થઈ રહ્યું છે.

3) રોડ ઓપનિંગ પાર્ટી પણ પહેલા કરતા વધારે સતર્ક
કોઈ પણ સ્ટાફના પસાર થયા પહેલા રોડ ઓપનિંગ પાર્ટીજ એટલે કે ROP પણ વધારે ચોકસાઈથી કામ કરી રહી છે. ROP સિક્યોરીટીની નાની ટુકડી હોય છે, જે સ્ટાફના નીકળતા પહેલા હાઈવેની તપાસ કરે છે અને ભાળ મેળવે છે કે રસ્તામાં કોઈ પ્રકારનો વિસ્ફોટક અથવા IED તો લગાવવામાં આવ્યો નથી. ROPએ છેલ્લા એક વર્ષમાં ઘણા IED અને વિસ્ફોટકોની ભાળ મેળવી છે અને તેને ડિફ્યુજ પણ કર્યા છે. જેનાથી મોટા કાવતરાઓ નિષ્ફળ નિવડ્યાં છે.

4) ટ્રેનિંગ
CRPF જવાનોની ટ્રેનિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમને નવા ઈક્વિપમેન્ટ આપવામાં આવી રહ્યા છે. મોબિલિટી અને નેવિગેશનમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

5) એર ટ્રાવેલ
CRPF અને અન્ય સુરક્ષાબળોના સ્ટાફ હવે માત્ર રોડ વે થી યાત્રા નથી કરી રહ્યાં. તે અમુક સમયે હવાઈ યાત્રા પણ કરી રહ્યા છે.

પુલવામા શહીદોની યાદમાં લેથપોરામાં કાર્યક્રમ
પુલવામા હુમલાને એક વર્ષ પુરુ થતા શુક્રવારે લેથપોરા વિસ્તારમાં CRPFએ શહીદ જવાનોની યાદમાં એક કાર્યક્રન પણ રાખ્યો છે. લેથપોરા એ જ વિસ્તાર છે, જ્યાં CRPFના કાફલા પર હુમલો થયો હતો. આ કાર્યક્રમમાં CRPFના IG રાજેશ કુમાર અને સ્પેશલ ડીઝી જુલ્ફિકાર હાસન સહિત ઘણા ઉચ્ચ અધિકારી હિસ્સો લેશે. આ કાર્યક્રમમાં એક શહીદી સ્મારકનું પણ ઉદ્ધાટવ કરવામાં આવશે. આ સ્મારક પર શહીદ જવાનોના નામ લખેલા છે.

X
Security forces wiped out leadership of terrorist organizations, conspiracy to carry out many big attacks in one year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી