જમ્મુ-કાશ્મીર / ખીણમાં આજથી પર્યટકો પ્રવાસ કરી શકશે, રાજ્ય સરકારે પરત લીધી એડ્વાઈઝરી

security advisory requesting tourists visiting J&K curtail their stay in the Kashmir valley

  • જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યાના 66 દિવસ પછી આજથી પર્યટકો ખીણ મુલાકાત લઈ શકશે
  • 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 ખતમ કરતાં પહેલાં રાજ્ય સરકારે 2 ઓગસ્ટે એડ્વાઈઝરી લાગુ કરી હતી

Divyabhaskar.com

Oct 10, 2019, 12:50 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ના મોટા ભાગના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા પછી આજથી પર્યટકો ખીણ વિસ્તારમાં પ્રવાસ કરી શકશે. જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારે અનુચ્છેદ 370 ખતમ કરતાં પહેલાં પર્યટકોને કાશ્મીર છોડવા માટેની જે એડ્વાઈઝરી જાહેર કરી હતી તે આજે પરત લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે દરેક પર્યટકોને જરૂરી દરેક સુવિધા આપવાનો પણ વાયદો કર્યો છે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે સલાહકારો અને મુખ્ય સચિવ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં યોજના, આવાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રમુખ સચિવો હાજર રહ્યા હતા. આ બેઠકમાં જ ગુરુવારથી એડ્વાઈઝરી પરત લેવી અને પર્યટકો માટે ખીણ વિસ્તાર ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે રાજ્યપાલે 5 ઓગસ્ટથી રોજ સાંજે 6-8 વાગ્યા સુધી એક સમીક્ષા બેઠક કરે છે.

ખીણમાંથી મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધો લાગુ થયા પછી સુરક્ષા સ્થિતિની બેઠક થતી રહે છે. છેલ્લા છ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાંથી મોટાભાગના હિસ્સામાંથી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પહેલાં લેવામાં આવેલા નિર્ણયોમાં હાયર સેકન્ડરી સ્કૂલો, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય. પબ્લિક ટ્રાન્સપોર્ટ, જનતા અને સરકારી વિભાગોની સુવિધા માટે દરેક જિલ્લામાં 25 ઈન્ટરનેટ કિયોસ્ક ખોલવા અને સરકારી કાર્યાલયમાં હાજરી વિશેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

X
security advisory requesting tourists visiting J&K curtail their stay in the Kashmir valley
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી