મુંબઈ / નાળામાં પડી ગયેલા માસૂમની ત્રીજા દિવસે પણ કોઈ ભાળ નહીં, પિતાએ આત્મહત્યાની ચેતવણી આપી

  • બાળકના પિતાએ કહ્યું કે જો આગામી કેટલાંક કલાકમાં મારો પુત્ર મને ન મળ્યો તો આત્મહત્યા કરી લઈશે
  • બુધવારે રાત્રે 10 વાગ્યે નાળામાં પડ્યો હતો દિવ્યાંશ, સીસીટીવીમાં તે નાળામાં પડતો જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Jul 12, 2019, 05:19 PM IST

મુંબઈઃ ગોરેગાંવના પૂર્વ સ્થિત આંબેડકર નગરમાં બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે નાળામાં પડેલા બે વર્ષના માસૂમ દિવ્યાંશની ત્રીજા દિવસે પણ કોઈ ભાળ મળી નથી. તપાસ માટે એનડીઆરએફની પણ મદદ લેવાઈ છે. આ પહેલાં ફાયર બ્રિગેડ, પોલીસ અને મુંબઈ નગર નિગમ (બીએમસી)ની ટીમ દિવ્યાંશની તપાસ કરી રહી હતી.
આ વચ્ચે બાળકના પિતા સુરજ સિંહએ કહ્યું, "જો આગામી કેટલાંક કલાકમાં મારો પુત્ર મને નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ. આ દુર્ઘટના માટે BMC જવાબદાર છે. બાળકની માતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. તે દરવાજાની બહાર નાળામાં પોતાના બાળકને શોધી રહી છે.

ફરિયાદ પછી પણ ન થઈ કાર્યવાહી
સ્થાનિક લોકોનો આરોપ છે કે, તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વાર ખુલ્લી ગટરો વિશે બીએમસીને ફરિયાદ કરી છે પરંતુ ક્યારેય કોઈ કાર્યવાહી થઈ નથી. ઘટના સ્થળે પહોંચેલા મુંબઈના મેયર વિશ્વનાથ મહાદેશ્વરે કહ્યું કે, દોષિત લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ. મેયરે દિવ્યાંશના પરિવારજનોની પણ મુલાકાત કરી છે.

કેવી રીતે થઈ દુર્ઘટના
બે વર્ષનો દિવ્યાંશ બુધવારે રાતે ઘરમાંથી રમતો રમતો બહાર આવ્યો હતો અને પાછા ફરતી વખતે તેનો પગ લપસ્યો અને તે ગટરમાં પડી ગયો હતો. થોડા સમય પછી તેની માતા શોધતા શોધતા બહાર આવી હતી પરંતુ દિવ્યાંશ ક્યાય મળ્યો નહતો. ત્યારપછી ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજને જોતા દિવ્યાંશ ખુલ્લી ગટરમાં જોવા મળ્યો હતો.

5 વર્ષમાં આવી 639 દુર્ઘટના
આરટીઆઈ કાર્યકર્તા શકીલ અહમદ શેખના જણાવ્યા પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષ (2013-2018)માં મુખ્ય હોલ-ગટર-દરિયામાં કુલ 639 દુર્ઘટના થઈ છે. તેમાં 328 લોકોના મોત થયા છે.


X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી