તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Scindia Will Go To Rajya Sabha, But Will Be Active In Madhya Pradesh; The BJP Could Use Them As A Face star Campaigner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંધિયા રાજ્યસભા જશે, પણ મધ્યપ્રદેશમાં સક્રિય રહેશે; ભાજપ યુવા ચહેરો-સ્ટાર કેમ્પેનર તરીકે તેમનો ઉપયોગ કરી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોદી અને શાહને સિંધિયાના બહાને કોંગ્રેસને ઘેરવાની વધુ એક તક મળશે
  • જ્યોતિરાદિત્યના ગઢ ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં ભાજપ વધારે મજબૂત બનશે

પોલિટિકલ ડેસ્કઃ ગ્વાલિયરના મહારાજા સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપે તેમણે મધ્યપ્રદેશથી રાજ્યસભાની ટિકિટ પણ આપી દીધી છે. હવે જનતાના દિમાગમાં મોટો સવાલ એ છે કે સિંધિયા પાસેથી ભાજપને શું મળશે? શું સિંધિયાની ભૂમિકા માત્ર મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનાવવા સુધી સમિત રહેશે?અથવા પછી આવનારી ચૂંટણીમાં પણ ભાજપ રાજ્યમાં તેમનો ઉપયોગ કરશે? એક વાત દેખીતી છે કે સિંધિયા મધ્યપ્રદેશના કદ્દાવર નેતા છે. તેઓ જમીન પર રહેવાનું પસંદ કરે છે. ખાસ કરીને ગ્વાલિયર- ચંબલ વિસ્તારમાં છે. તે અહીંયા દરેક નાના-મોટા સમારોહમાં સામેલ થતા રહ્યા છે. 2019માં તે ગુનાથી સામાન્ય ચૂંટણી હારી ગયા, પરંતુ સક્રિયતા ઓછી થઈ નથી. એવામાં ભાજપે તેમણે રાજ્યસભામાં મોકલવાની તૈયારી જરૂર કરી લીધી છે, પરંતુ તે મધ્યપ્રેદશના રાજકારણમાં સક્રિય જરૂર દેખાશે. સિંધિયાએ તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તે દેશના દિલ મધ્યપ્રદેશની યોગ્ય રીતે સેવા નહોતા કરી શકતા, એટલા માટે ભાજપમાં જોડાયા.

હવે જાણીએ કે ભાજપને સિંધિયાથી શું ફાયદો થશે..

યુવા ચહેરાઃ 49 વર્ષના સિંધિયા આવનારા સમયમાં શિવરાજનો વિકલ્પ પણ બની શકે છે 
જ્યોતિરાદિત્ય સિંધિયા હાલ 49 વર્ષના છે. ભાજપ તેમનો ઉપયોગ આવનારી ચૂંટણીમાં સ્ટાર કેમ્પેનર તરીકે કરી શકે છે. ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે કે સિંધિયાના કોંગ્રેસ છોડવાથી ભાજપને માત્ર મધ્યપ્રદેશમાં ફરી સરકાર બનાવવામાં મદદ મળશે, પરંતુ રાજ્યમાં નવી લીડરશીપ પણ તૈયાર થશે. તે યુવાન અને પ્રતિભાના ધનવાન નેતા છે. તેમના આવવાથી માત્ર રાજ્યમાં જ નહીં, પણ કેન્દ્રમાં પણ પાર્ટીને મદદ મળશે. રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણ અને નરેન્દ્ર તોમર જેવા વરિષ્ઠ નેતાની જરૂર છે, પરંતુ એક યુવા ચહેરો જોઈએ, જે પાર્ટીને આગળ લઈ જઈ શકે. 

ગ્વાલિયર-ચંબલઃ આ સિંધિયાનો ગઢ, કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં અહીંયા 75% બેઠકો જીતી હતી 
ભાજપ 2018 વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં સતત ત્રીજી વખત એટલા માટે સત્તમાં આવી શકી નથી, કારણ કે તે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં ખરાબ રીતે હારી ગયા છે. આ એ જ ક્ષેત્ર છે, જે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગઢ છે. અહીંયા વિધાનસભાની 34 બેઠકો છે. કોંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં અહીંયાની 75% બેઠક જીતી લીધી હતી.આ વિસ્તારમાં એસસી-એસટી કાયદાને સંરક્ષણ આપનારી મોદી સરકાર વિરુદ્ધ સવર્ણોએ સૌથી વધારે આંદોલન કર્યું હતું. ભાજપ એક વાર ફરી અહીંયા સિંધિયા દ્વારા સોશયલ એન્જિનીયરીંગ ફોર્મ્યુલાને લોકો સુધી પહોંચાડી શકે છે. 

રાજ્યસભા ચૂંટણીઃ સિંધિયાના આવવાથી ભાજપને હવે રાજ્યની ત્રણમાંથી બે બેઠકો મળવી નક્કી 
મધ્યપ્રદેશમાં રાજ્યની કુલ 11 બેઠકો છે. અત્યાર ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 સીટ છે. જેમાંથી ત્રણ બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી છે. આ બેઠકો હાલ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાનું નામ છે. પહેલા ભાજપ સંખ્યાબળ ઓછું હોવાના કારણે, આમાથી એક બેઠક મળતી દેખાઈ રહી હતી. પરંતુ હાલ સિંધિયાના સામેલ થવાથી બે બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ છે. સિંધિયાના મંગળવારે કોંગ્રેસ છોડતાની સાથે જ પાર્ટીના 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. 

મધ્યપ્રદેશઃ ભાજપને રાજ્યમાં લોકો સુધી પહોંચવા અને જનાધાર વધારવામાં મદદ મળશે 
વિધાનસભા ચૂંટણીમાં આખા રાજ્યમાં સિંધિયાએ કોંગ્રેસ તરફથી સૌથી વધારે ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. કોંગ્રેસનો દરેક ઉમેદવાર તેમની પાસે પ્રચાર કરાવવા માંગતો હતો. સિંધિયાએ રાજ્યમાં લગભગ 110 ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી, આ ઉપરાંત 12 રોડ શો પણ કર્યા. તેમની તુલનામાં કમલનાથે રાજ્યમાં માત્ર 68 ચૂંટણી સભાઓને સંબોધિ હતી. ભાજપ તરફથી શિવરાજે એકલા 200થી વધારે સભાઓ કરી હતી. એવામાં સિંધિયાના પાર્ટીમાંથી આવવાથી ભાજપને રાજ્યમાં લોકો સુધી પહોંચવા અને પાર્ટીનો જનાધાર વધારવામાં મદદ મળશે. ભાજપનું કોંગ્રેસ વિરુદ્ધ નહીં, મહારાજા એટલે કે સિંધિયાના વિરુદ્ધ અભિયાન હતું. પાર્ટીએ ‘માફ કરો મહારાજા, અમારા નેતા શિવરાજ’ના નારો આપ્યો હતો.

દેશવ્યાપી માહોલઃ બિહાર અને પશ્વિમ બંગાળ ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે 
સિંધિયાના ભાજપમાં જોડાયા બાદ અન્ય ઘણા અસંતુષ્ટ કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત ભાજપનાં પુરા દેશ ઉપરાંત બિહાર, પશ્વિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ કેમ્પેન કરવામાં મદદ મળશે. જ્યોતિરાદિત્યના આવવાથી લોકોને સંદેશ પણ મળી ગયો છે કે કોંગ્રેસ કેટલી નબળી બની ગઈ છે અને મોદી-શાહની રણનીતિ કેટલી યોગ્ય છે. મોદી અને શાહ, ગાંધી પરિવાર પર સિંધિયાના બહાને વધું હુમલો કરી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો