તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં રાજકીય ખેચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારે બપોરે ભોપાલ પહોંચ્યા છે. તેમના સ્વાગત માટે ભાજપ કાર્યકર્તાઓએ આખા શહેરમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે. ભાજપ કાર્યાલયને પણ સજાવવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ હાઉસ પાસે પોલિટેકનિક ચાર રસ્તા પાસે સિંધિયાના સ્વાગતમાં લગાવવામાં આવેલા પોસ્ટર પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળો રંગ નાખ્યો હતો અને તેને ફાડી પણ દીધાહતા. માનવામાં આવે છે કે સિંધિયાનું આ પોસ્ટર કમલનાથના પોસ્ટર ઉપર લગાવવામાં આવ્યું હતું. રાજ્યપાલ લાલજી ટંડન પણ આજે લખનઉથી ભોપાલ પરત ફરે તેવી શક્યતા છે.
હકીકતમાં સિંધિયા આજે બપોરે વિશેષ વિમાનથી સ્ટેટ હેંગર પહોંચશે. ત્યાંથી રોડ શો શરૂ કરીને કાફલો શહેરના મુખ્ય રસ્તાઓ પરથી અરેરા કોલોનીમાં આવેલા ભાજપ કાર્યાલય દિનદયાલ પરિસર પહોંચશે. અહીં સિંધિયા રાજમાતા વિજ્યારાજે સિંધિયા, કુશાબાઉ ઠાકરે અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા પર માળા પહેરાવીને કાર્યકર્તાઓને સંબોધન કરશે.
અપડેટ્સ
કોંગ્રેસ ધારાસભ્ય શુક્લા ઈન્દોર પરત ફર્યા: કોંગ્રેસ ધારાસભ્ય સંજય શુક્લા ગુરુવારે જયપુરથી ઈન્દોર પહોંચ્યા. કહ્યું- તેઓ અંગત કારણોથી પરત ફર્યા છે. તેમના પિતા અને મોટા ભાઈ ભાજપમાં જ છે અને ઈન્દોરના મોટા નેતા માનવામાં આવે છે. તેઓ પણ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી મળી હતી પરંતુ ધારાસભ્યોએ તે વાત નકારી છે.
દિગ્વિજય સિંહે ટ્વિટ કરી: મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- ભગવાનને પ્રાર્થના કરુ છું કે સિંધિયાને ભાજપમાં સુરક્ષિત રાખે.
સિંધિયાનું સ્વાગત યાદ રહેશે: રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી ભૂપેન્દ્ર સિંહે કહ્યું- સિંધિયાનું સ્વાગત યાદ રાખવામાં આવશે. કમલનાથ સરકાર અલ્પમતમાં છે. તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવનો સવાલ જ ઉભો નથી થતો. અમે સરકાર બનાવીશું અને અમારા મેનિફેસ્ટોના આધારે કામ કરીશું.
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ: રાજ્યસભા માટે ઉમેદવારી દાખલ કરી છે. જોકે ત્યાં સુધી કોંગ્રેસે તેમને રાજ્યસભાના ઉમેદવાર જાહેર નહતા કર્યા. પ્રદેશ કોંગ્રેસના મીડિયા પ્રબારી શોભા ઓઝાએ કહ્યું હતું કે, પાર્ટી તેમને ઉમેદવાર જાહેર કરી જ દેત.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.