ચિદમ્બરમને રાહત / 106 દિવસ પછી પી. ચિદમ્બરમ આઝાદ, સોનિયા ગાંધીને મળ્યા, પુત્ર કાર્તિએ કહ્યું- આજે સંસદમાં જશે માજી ગૃહમંત્રી

  • સુપ્રીમ કોર્ટે 2 લાખના અંગત બોન્ડ પર ચિદમ્બરમને જામીન આપ્યા
  • જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી બેન્ચે આ મામલે 28 નવેમ્બરે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો
  • ન તો પુરાવા સાથે ચેડા કરશે- ન મીડિયાને નિવેદન આપવાનો આદેશ

Divyabhaskar.com

Dec 05, 2019, 03:25 AM IST

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા અંગેના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમકોર્ટે ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને બુધવારે જામીન આપ્યા છે. જો કે તે માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં ધરપકડ પછી 106 દિવસે તેમને જામીન મળ્યા છે. તિહાર જેલમાંથી મુક્ત થયા પછી ચિદમ્બરમ સીધા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરતા તેમના સાંસદ પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે તેમના પિતા ગુરુવારે સંસદમાં હાજરી આપશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે ચિદમ્બરમને કેદમાં રાખવા એ બદલો લેવાનું કૃત્ય હતું. તેમને જામીન મળ્યાં તેનાથી ખુશ છે. મને વિશ્વાસ છે કે ટ્રાયલમાં પણ તેઓ નિર્દોષ સાબિત થશે. કોંગ્રેસે ટ્વિટ કરી કહ્યું હતું કે સત્યમેવ જયતે. 74 વર્ષીય ચિદમ્બરમની સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે 2 લાખના અંગત બોન્ડ અને અમુક શરતો સાથે ચિદમ્બમરના જામીન મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, ચિદમ્બરમ 21 ઓગસ્ટથી જેલની અંદર હતા. પરિણામે ચિદમ્બરમ આજે 105 દિવસ પછી જેલની બહાર આવશે.

તિહાડ જેલમાં બંધ ચિદમ્બરમે અરજીમાં દિલ્હી હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર આપ્યો હતો જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ મામલે તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. ચિદમ્બરમ મનિ લોન્ડરિંગ મામલે જેલમાં બંધ છે. જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડના અંદાજે 2 મહિના પછી તેમને જામીન મળી ગયા હતા.

જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી બેન્ચે આજે મની લોન્ડરિંગ કેસમાં ચુકાદો આપ્યો હતો. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બરે આ કેસમાં નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો

ઈડીએ કહ્યું હતું- ચિદમ્બરમ જેલથી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે
હાઈકોર્ટમાં 15 નવેમ્બરે સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો હતો કે, ચિદમ્બરમ જેલમાં હોવા છતા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. બીજી બાજુ ચિદમ્બરમને કહ્યું હતું કે, તપાસ એજન્સી પાયા વિહોણા આરોપ લગાવીને તેમની કરિયર અને પ્રતિષ્ઠા બરબાદ કરી રહી છે. આ વિશે હાઈકોર્ટે કહ્યું હતું કે, અમને કોઈ શંકા નથી કે જામીન લેવો તેમનો અધિકાર છે. પરંતુ આ કેસમાં જામીન આપવામાં આવ્યા તો મોટા પાયે લોકોના હિતને નુકસાન થશે. કારણકે આરોપ ગંભીર છે.

સીબીઆઈએ ચિદમ્બરમની 21 ઓગસ્ટથી ધરપકડ કરી છે
આઈએનએક્સ મીડિયાને 305 કરોડનો ફાયદો અપાવવાના મામલે સીબીઆઈએ 10 વર્ષ પછી મે 2017માં ચિદમ્બરમ સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી ઈડીએ તેમની સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ત્યારપછી સીબીઆઈએ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસમાં તેમની 21 ઓગસ્ટે ધરપકડ કરી છે. આ મામલે તેમને અંદાજે 2 મહિના પછી સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારપછી 16 ઓક્ટોબરે ઈડીએ તેમની ધરપકડ કરી હતી.

જામીનની શરતો

  • કોર્ટની મંજૂરી વિના વિદેશ નહીં જવાય.
  • INX મીડિયા કેસ અંગે પ્રેસ બ્રિફિંગ નહીં કરી શકે
  • સાક્ષીના સંપર્કનો પ્રયાસ નહીં કરી શકાય
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી