વિદેશી રોકાણ / સાઉદી અરામકો RILમાં સૌથી મોટું વિદેશી રોકાણ કરશે, ઓઈલ ટૂ કેમિકલમાં 20% હીસ્સો ખરીદશે

Saudi Aramco to buy 20% stake in RIL's business, announces India's largest foreign deal

  • ઓઈલ-ટુ-કેમિકલ ડિવિઝન દ્વારા વર્ષ 2019માં 5.7 લાખ કરોડની રેવન્યુની કમાણી કરવામાં આવી હતી
  • ડીલ મુજબ સાઉદી અરામકો  રિલાયન્સની જામનગર સ્થિત રિફાઈનરીને પ્રત્યેક દિવસે 5,00,000 બેરલ ક્રુડ ઓઈલ સપ્લાય કરશે
  • અંબાણીએ આ જાહેરાત કંપનીની 42મી એન્યુલ જનરલ મિટિંગમાં કરી હતી

Divyabhaskar.com

Aug 12, 2019, 02:34 PM IST

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે સાઉદી અરામકો સાથેની દેશની સૌથી મોટી વિદેશી રોકાણની ડીલની જાહેરાત કરી છે. આ અંતર્ગત સાઉદી આરમકો રિલાયન્સનો ઓઈલ-ટુ- કેમિકલ્સ(OTC)બિઝનેસનો 20 ટકા હિસ્સો ખરીદશે, જેની એન્ટરપ્રાઈસ કિંમત 75 બિલિયન ડોલર(
5,340 અબજ રૂપિયા) હશે. ઉલ્લેખનીય છે કે ઓઈલ-ટુ-કેમિકલ ડિવિઝન જેમાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસનો સમાવેશ થાય છે તેના દ્વારા વર્ષ 2019માં 5.7 લાખ કરોડની રેવન્યુની કમાણી કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમને કેમિકલમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

અંબાણીએ આ જાહેરાત કંપનીની 42મી એન્યુલ જનરલ મિટિંગમાં કરી હતી. ડીલ મુજબ સાઉદી અરામકો રિલાયન્સની જામનગર સ્થિત રિફાઈનરીને પ્રત્યેક દિવસે 5,00,000 બેરલ ક્રુડ ઓઈલ સપ્લાય કરશે.

સાઉદી અરબિયાની ઓઈલ કંપની સાઉદી અરામકો સાઉદી અરબિયનની નેશનલ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કંપની છે. જે દાહરીનમાં આવેલી છે. તે વિશ્વની સૌથી વધુ રેવન્યુ ધરાવતી કંપનીઓ પૈકીની એક છે. આ સિવાય તે વિશ્વની વધુ પ્રોફિટ ધરાવનારી કંપની પણ છે.

જામનગર રિફાઈનિંગ કોમ્પલેક્સ 1.4 મિલિયન બેરલ્સને પ્રતિ દિવસે પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની કેપિસિટી વર્ષ 2030 સુધીમાં 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરવાનું આયોજન છે.

X
Saudi Aramco to buy 20% stake in RIL's business, announces India's largest foreign deal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી