પંજાબ / સંગરુરમાં બાળકોને ઘરે મૂકવા જતી વખતે સ્કૂલ વેનમાં આગ લાગી, 4 બાળકો જીવતા ભડથું થયા

  • સ્કૂલ વેનમાં અંદાજે 12 બાળકો હતા, અમુક બાળકો દાઝ્યા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Divyabhaskar.com

Feb 15, 2020, 05:24 PM IST

સંગરુર: શનિવારે બપોરે અહીં એક સ્કૂલ વેનમાં આગ લાગી હતી. ઘટનામાં 4 બાળકો જીવતા સળગી ગયા છે. માનવામાં આવે છે કે વેનમાં અંદાજે 12 બાળકો હતા. આગ લાગ્યા પછી અમુક બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ 4 બાળકો વેનની અંદર આગની ઝપટમાં આવી ગયા હતા.આ વેનમાં લૌંગોવાલ વિસ્તારના સિદ્ધુ રોડ પર આવેલી સિમરન પબ્લિક સ્કૂલના પહેલા તથા બીજા ધોરણના વિદ્યાર્થીઓ હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા પર જામ કરીને હોબાળો કર્યો હતો.

રસ્તાની આસપાસ આવેલા ખેતરોમાં કામ કરતા મજૂરો તથા ગ્રામીણોઓએ વાનમાંથી ડ્રાઈવર અને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. લોકોએ માટી નાંખીને વાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી હદે ફેલાઈ ગઈ હતી કે વાનમાં ચાર બાળકો ફસાઈ ગયા હતા જેમને બચાવી શકાયા ન હતા.

પરિવારજનોએ શાળાને ઘેરી, SGPC પ્રમુખ ઘટનાસ્થળે પહોંચ્યા
શાળા તથા હોસ્પિટલમાં બાળકોના પરિવારજનો એકઠા થઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાની સાથે જ SGPC પ્રમુખ ગોબિંદ સિંહ લૌંગોવાલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. SHO બલવંત સિંહે જણાવ્યું કે, મૃતક બાળકોની ઓળખ નવજોત કૌર, સિમરજીત કૌર પુત્રી કુલવંત સિંહ, રાધ્યા રાની તથા કમલપ્રીત કૌર તરીકે કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, સિમરન પબ્લિક સ્કુલની મારુતિ વેન બાળકો છૂટી ગયા પછી તેમને લઈને લૌંગોવાલ તરફ જઈ રહી હતી. રસ્તામાં આવેલા કેહર સિંહ વાળી પાસે વેનમાં અચાનક આગ લાગી ગઈ હતી. વેનમાં તહેનાત સ્ટાફે બાળકોએ બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જોત જોતામાં આખી વેનમાં આગ ફેલાઈ ગઈ. સૂચના મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાકીના લોકો પણ બાળકો સહિત ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઘનશ્યામ થોરીએ જણાવ્યું કે, હાલ ઘટનાનું કારણ જાણી શકાયું નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી