તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંદેસરા ભાઈઓનું કૌભાંડ પીએનબી ફ્રોડ કરતા પણ વધારે, તેમણે રૂ. 14,500 કરોડનો ચૂનો લગાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીની તપાસમાં આ ખુલાસો થયો છે
  • સંદેસરા ગ્રૂપની વિદેશી કંપનીઓએ પણ ભારતીય બેન્કો પાસેથી રૂ. 9,000 કરોડની લોન લીધી છે

નવી દિલ્હી: ઈડીનું કહેવું છે કે, સ્ટર્લિંગ  બાયોટેક (એસબીએલ)ના સાંડેસરા ભાઈઓનું કૌભાંડ પીએનબી કૌભાંડ કરતાં પણ વધારે છે. ન્યૂઝ એજન્સીએ ઈડીના સૂત્રો દ્વારા આ રિપોર્ટ શનિવારે જાહેર કર્યો છે. આ પ્રમાણે ગુજરાતની ફાર્મા કંપની એસબીએલના પ્રમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાએ ભારતીય બેન્કો જોડે રૂ. 14,500 કરોડનું કૌભાંડ કર્યું છે જે પીએનબી કૌભાંડ કરતા વધારે મોટું છે. નોંધનીય છે કે, નીરવ મોદીએ પીએનબી સાથે રૂ. 11,400 કરોડનું કૌભાંડ કર્યું હતું.

વેપાર માટે લોન લીધી, પછી અંગત ઉપયોગ કર્યો: રિપોર્ટ

  • એસબીએલ અને પ્રમોટરો વિરુદ્ધ સીબીઆઈએ ઓક્ટોબર 2017માં દગાખોરી અને 5 હજાર 383 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડનો કેસ દાખલ કર્યો હતો. તેના આધાર પર ઈડીએ પણ આ કેસ દાખલ કર્યો છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, સાંડેસરા ગ્રૂપની વિદેશમાં આવેલી કંપનીઓએ પણ ભારતીય બેન્કોની વિદેશી શાખા પાસેથી રૂ. 9 હજાર કરોડનું ધિરાણ લીધું છે.
  • તપાસમાં એવું પણ જોવા મળ્યું છે કે, ધિરાણની રકમ જે ઉદ્દેશ માટે લેવામાં આવી હતી તેના બદલે બીજી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણી ભારતીય અને વિદેશી ફર્મમાં આ રકમની હેર-ફેર કરવામાં આવી છે. પ્રમોટર્સે ભારતીય બેન્કો પાસેથી લેવામાં આવેલા ધિરાણનો ઉપયોગ નાઈજીરિયા તેલના બિઝનેસમાં અને અંગત ઉપયોગમાં કર્યો હતો.
  • ગયા બુધવારે ઈડીએ સાંડેસરા ગ્રૂપની 9,778 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. તેમાં નાઈજીરિયામાં ઓઈલ રિગ્સ, લંડનમાં એક જેટ અને આલિશાન ફ્લેટ સામેલ છે. એસબીએસના પ્રમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા પહેલાં જ વિદેશ ભાગી ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે...