તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલમાન ખુર્શીદે કહ્યું- રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે પરત આવી જવું જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું- ખુર્શીદે આવા નિવેદનો કરવાથી બચવું જોઈએ
  • વિશ્વાસ અને નિષ્ઠા મારી પસંદ, આ સમય કાલ્પનિક ભય અને મતભેદોમાંથી બહાર નીકળીને આગળ વધવાનોઃ ખુર્શીદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સલમાન ખુરર્શીદે શનિવારે કહ્યું કે રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષના તરીકે પરત આવવું જોઈએ. તેમણે કહ્યું લોકસભા ચૂંટણીમાં પાર્ટી હારનું આત્મવિશ્લેષણ પણ કરી ન શકી. કારણ કે તેમના નેતા ચૂંટણી બાદ અધ્યક્ષ પદ છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા. આ અંગે પાર્ટી નેતા પવન ખેડાએ કહ્યું ખુર્શીદે આ પ્રકારની ટિપ્પણી કરવાથી બચવું જોઈએ.
ખેડાએ ચૂંટણી બાદ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદેથી હટાવવાની વાતને ફગાવી હતી. તેમણે કહ્યું કે ખુર્શીદે આવી ટિપ્પણી કરવાના સ્થાને ભાજપ સરકારની ગુંડાગર્દીને બહાર લાવવાની દિશમાં કામ કરવું જોઈએ.
શુક્રવારે ખુર્શીદે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હું ખૂબ જ હેરાન છું, મને એવા લોકો સમજણ આપી રહ્યાં છે, જે વિશ્વસનીયતાની રણનીતી અંગે કઈ જાણતા જ નથી. હું તેમને કહેવું માંગુ છું કે વિશ્વાસ અને નિષ્ઠા મારી પસંદગી છે. આ સમય કાલ્પનિક ભય અને મતભેદોમાંથી નીકળીને આગળ વધવાનો છે.

કોંગ્રેસે ભાજપ જેવું ન થવું જોઈએ
કોંગ્રેસેના તેમના સાથીઓને સંબોધિત કરતા ખુરર્શીદે કહ્યું હું ગાંધી પરિવારનું સમર્થન કરું છું, કારણ કે ભારતીય લોકતંત્ર વિશે મારી સમજ આમ કરવાનું કહે છે. કઠણ સમયમાં સ્ટ્રેટેજિક મૌન એ સમજદારી છે, જોકે ભવિષ્ય માટે બોલવું પણ એટલું જ જરૂરી છે. પાણી ઉપર માત્ર મરેલી માછલીઓ જ તરે છે. કોંગ્રેસ ભાજપ જેવી નથી અને તણે થવું પણ ન જોઈએ.

રાહુલ ગાંધી આપણા નેતા છે- ખુર્શીદ
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે આપણા પ્રવકતા ભાજપને ઘેરવાની ડ્યુટીની વાત કરે છે તો તેમણે યાદ રાખવું જોઈએ કે એ ત્યારે જ શક્ય છે, જયારે આપણે કોઈ પણ પ્રકારના ડર વગર આપણી વાત કહી શકીશું. આપણા વિરોધમાં પછી મીડિયા જે પણ કહે, પરંતુ મારું માનવું છે કે રાહુલ ગાંધી આપણા નેતા છે અને તેમણે ફરીથી અધ્યક્ષ બનવું જોઈએ. સોનિયા ગાંધી આપણને આગળ પણ પ્રેરિત કરતા રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો