કોંગ્રેસ / રાહુલના રાજીનામા અંગે ખુર્શીદે કહ્યું- અમારા નેતાએ અમને છોડી દીધા, હવે પાર્ટીનું અસ્તિત્વ બચાવવાનું સંકટ

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું- રાહુલે લોકસભા ચૂંટણીમાં હાર પછી ઉશ્કેરાટમાં રાજીનામું આપ્યું
  • તેમણે કહ્યું- કોંગ્રેસે સાથે બેસીને હારનું કારણ શોધવાનો પ્રયત્ન ન કર્યો, પાર્ટીની અંદર એક ખાલીપો

Divyabhaskar.com

Oct 09, 2019, 01:55 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પાર્ટીના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, આજે સંઘર્ષ એવી જગ્યાએ પહોંચી ગયો છે કે હવે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા અથવા પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે કદાચ જ સક્ષમ હોય. તેમણે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ પરથી રાજીનામા વિશે કહ્યું છે કે, અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે, અમારા નેતાએ અમને છોડી દીધા.

લોકસભા ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધીએ 25 મેના રોજ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ 542માંથી 52 સીટ જ જીતી શકી છે. જ્યારે ભાજપને 303 સીટો મળી છે. ખુર્શીદે વધુમાં જણાવ્યું કે, મે મહિનામાં મળેલી હાર પછી રાહુલ ગાંધીએ ઉશ્કેરાટમાં રાજીનામું આપી દીધું છે. ત્યારપછી તેમની માતાને પાર્ટીની કમાન સંભાળવી પડી. શક્ય છે કે, ઓક્ટોબરમાં ચૂંટણી પછી પાર્ટીને નવા અધ્યક્ષ મળી શકે છે.

કોંગ્રેસની અંદર હજી એક ખાલીપો
સલમાન ખુર્શીદે કહ્યું કે, અમે સાથે બેસીને હારના કારણે શોધવાનો પ્રયત્ન નથી કર્યો. કોંગ્રેસની અંદર હજી એક ખાલીપો છે. સોનિયા ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યું છે પરંતુ તેમણે આ પદ અસ્થાયી રીતે સંભાળ્યું છે. આવું ન હોત તો સારુ હોત. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી