• Home
 • Db Original
 • RTI (Amendment) Bill | Wajahat Habibullah On RTI Act (Amendment) Bill 2019; Dainik Bhaskar Exclusive

ડીબી ઓરિજિનલ / દેશનું પહેલું માહિતી અધિકારી હબીબુલ્લાહે કહ્યું- RTI કાયદામાં સુધારો કરીને સરકારે દુરઉપયોગના રસ્તાઓ ખોલ્યા

RTI (Amendment) Bill | Wajahat Habibullah On RTI Act (Amendment) Bill 2019; Dainik Bhaskar Exclusive

 • સંસદના બન્ને ગૃહોમાં ગત સપ્તાહે માહીતી અધિકાર(સુધારા) ખરડો પસાર થઈ ગયો
 •  સુધારણા બિલ હેઠળ સરકાર માહિતી અધિકારીઓને ક્યારેય હટાવી શકશે નહીં.

Divyabhaskar.com

Jul 31, 2019, 02:25 PM IST

પ્રિયંક દ્વિવેદી(નવી દિલ્હી) - માહિતી અધિકાર ખરડો ગત સપ્તાહે સંસદના બન્ને ગૃહોમાં પસાર થઈ ગયો છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કાયદો બની જશે. રાજ્યસભામાં વિપક્ષે ખરડાને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ RTIને નબળુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.પરંતુ સરકારે કહ્યું કે, આ કાયદા સાથે કોઈ ચેડા કરાઈ નથી. RTIમાં કેવા સંશોધન થયા, તેની શું અસર થઈ અને થશે તે જાણવા માટે ભાસ્કરે દેશના પહેલા મુખ્ય માહીતી કમિશનર રહી ચુકેલા વજાહત હબીબુલ્લાહ સાથે ખાસ વાતચીત કરી. 1968ની બેંચના IAS ઓફિસર હબીબુલ્લાહ 2005થી 2010ના સમયગાળા દરમિયાન મુખ્ય માહિતી અધિકારી હતા.

RTI કાયદામાં સુધારાની જરૂર શા માટે પડી?
હબીબુલ્લાહઃ આ તો મને પણ નથી સમજાતું કે આ કાયદામાં શું વાધો હતો? કે પછી માહીતી અધિકારીઓ કોઈ પ્રકારનો હક માગવાનો પ્રયાસ કરી રહ્યા હતા? જ્યારે આવું કશું જ ન હતું , તો શા માટે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો? RTI બંધારણીય અને મૌલિક અધિકાર છે. આમા કોઈ પણ પ્રકારના સુધારાની જરૂર જ ન હતી. સુપ્રીમ કોર્ટ પણ ઘણી વખત કહી ચુકી છે કે RTI દરેક વ્યક્તિનો કાયદાકીય હક છે.

RTI(સુધારણા)બિલનો સતત વિરોધ થવાનું શું કારણ છે?
હબીબુલ્લાહઃ વિરોધનું સૌથી મોટું કારણ છે કે તેનાથી માહીતી કમિશનરનું પાસું નબળું બની જશે. તેમની નિમણૂકથી માંડી વેતન ભથ્થા બધુ જ સરકાર નક્કી કરશે. આ હક પહેલા સરકાર પાસે ન હતો. હવે આનાથી અધિકારીઓની સ્વતંત્રતા પર ખતરો થઈ શકે છે.

RTI(સુધારણા) બિલ RTI કાયદાને નબળું કરી રહ્યું છે?
હબીબુલ્લાહઃ મને આ સુધારાનો કોઈ ફાયદો થાય એવું લાગતું નથી, પણ આનાથી નુકસાન ચોક્કસ થઈ શકે છે. કારણ કે આનાથી ફક્ત સરકારી અધિકારીઓની સ્વતંત્રતાનો ખતરો નથી,પરંતુ માહીતી વિભાગ સાથે જોડાયેલા દરેક સરકારી કર્મચારીઓને પોતાના વરિષ્ઠ અધિકારીઓ સામે નમવાની પણ આશંકાઓ છે. માહીતી આયોગ એક બંધારણીય સંસ્થા છે, પરંતુ સુધારા કરવાથી આ સંસ્થા નબળી બની શકે છે.

કેન્દ્ર સરકારને આ હક મળશે તો સરકાર સાથે સંબંધિત માહીતી મેળવવામાં વાંધો આવી શકે?

હબીબુલ્લાહઃ RTI દ્વારા સરકાર સાથે જોડાયેલા નિર્ણયો અને કામકાજની માહીતી લેવામાં પહેલા પણ મુશ્કેલી પડતી હતી. RTI કરવાથી કોઈ પણ પ્રકારની માહીતી આપવા અંગેનો નિર્ણય માહિતી આયોગ કરતું હતું, પરંતુ હવે તે જ આયોગની સ્વતંત્રતા નબળી પડવાનો ભય રહેશે.

શું RTI(સુધારણા) બિલને સુપ્રીમમાં પડકારી શકાય?
હબીબુલ્લાહઃ RTI કાયદામાં હવે બંધારણીય શક્તિઓની જરૂર છે, કારણ કે આમા ફક્ત સરકારજ નહીં પણ જનતા અને મીડિયા પણ ભાગીદાર છે. જો આ કાયદાને વધુ મજબૂત બનાવવો હોય તેમાં જનતાની ભાગીદારી હોવી જોઈએ. આ બિલ સરકારે ઉતાવળમાં જ પાસ કરી લીધી થે, પરંતુ તેને પાસ કર્યા પહેલા જનતાનો મત જાણવો જરૂરી હતો. જો જનતા આમાથી કોઈ સુધારાનું સૂચન કરે તો તેને સુધારા હોવા જોઈએ, કારણ કે આ કાયદો જનતાનો અધિકાર છે.

RTI(સુધારા)બિલમાં શું છે?

 • RTI કાયદાની કલમ 13,16 અને 27માં સુધારો કરવામાં આવ્યો છે. આ એ કલમો છે, જેમાં મુખ્ય સૂચના કમિશનર, રાજ્ય મુખ્ય માહીતી અધિકારી અને રાજ્યના માહિતી અધિકારીઓની નિમણૂક , કાર્યકાળ , વેતન અને ભથ્થા નક્કી કરવામાં આવ્યા છે.
 • પહેલા મુખ્ય માહિતી કમિશનર અને માહિતી અધિકારીઓની નિમણૂક વડાપ્રધાન, વિપક્ષના નેતા અથવા સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા અને વડાપ્રધાન દ્વારા નિમાયેલી કેન્દ્રી મંત્રીની પેનલ કરતી હતી. સુધારા બાદ હવે આ કામ કેન્દ્ર સરકાર કરશે. પહેલા કમિશનરોનો કાર્યકાળ 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી (જે પણ પહેલા હોય)સુધીની હતી, પરંતુ હવે તેમનો કાર્યકાળ પણ સરકાર નક્કી કરશે.
  • RTI કાયદો

   પહેલા શું હતો?

   હવે શું થશે?

   કાર્યકાળ

   પહેલા મુખ્ય માહિતી અધિકારી અને માહિતી અધિકારી(કેન્દ્ર અને રાજ્ય સ્તરે)નો કાર્યકાળ 5 વર્ષ અથવા 65 વર્ષ સુધીનો હતો

   હવે તેમનો કાર્યકાળ નક્કી હોય. કેન્દ્ર સરકાર ઈચ્છા પ્રમાણે તેમને આ પદ પરથી હટાવી શકે છે.

   વેતન

   મુખ્ય માહિતી અધિકારીનું વેતન મુખ્ય ચૂંટણી અધિકારી અને માહિતી અધિકારીનું વેતન ચૂંટણી અધિકારી જેટલું જ હતું. આ જ પ્રકારે રાજ્ય મુખ્ય સૂચના અધિકારીનું વેતન રાજ્યના ચૂંટણી અધિકારી અને રાજ્ય સૂચના અધિકારીનું વેતન રાજ્યના મુખ્ય સચિવ જેટલું જ હોય છે.

   હવે મુખ્ય સૂચના અધિકારી અને સૂચના અધિકારીનું વેતન, ભથ્થું અને સેવા શરતોનું નિર્ધારણ સરકાર કરશે.

   નિમણૂક

   મુખ્ય સુચના અધિકારી અને સુચના અધિકારીની નિમણૂક વડાપ્રધાનની અધ્યક્ષતામાં બનેલી સદસ્યતા પેનલ કરતી હતી. જેમાં વડાપ્રધાન ઉપરાંત કેબિનેટ મંત્રી અને વિપક્ષી પાર્ટીના નેતા અથના વિપક્ષના નેતા સામેલ હતા.

   આ જ પ્રકારે રાજ્યના મુખ્ય માહિતી અધિકારી અને માહિતી અધિકારીની નિમણૂક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બનેલી પેનલ કરતી હતી. જેમાંથી મુખ્યમંત્રી સિવાય એક મંત્રી અને વિપક્ષી પાર્ટીના નેતા અથવા વિપક્ષના નેતા સામેલ હતા.

   હવે મુખ્ય માહિતી અધિકારી અને માહિતી ્ધિકારી (કેન્દ્રીય અને રાજ્ય સ્તર બન્ને)ની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે

   હટાવવાની પ્રક્રિયા

   મુખ્ય માહિતી અધિકારી અને માહિતી અધિકારીને તેમના પદ પરથી હટાવવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે હતો. રાજ્યના મુખ્ય માહિતી અધિકારી અને માહિતી અધિકારીને તેમના પદ પરથી હટાવવાનો અધિકાર રાજ્યપાલ પાસે હતો.

   હવે માહિતી અધિકારીઓને હટાવવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે હશે.

X
RTI (Amendment) Bill | Wajahat Habibullah On RTI Act (Amendment) Bill 2019; Dainik Bhaskar Exclusive
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી