તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RSS President Mohan Bhagwat Said, 'The Happiest Muslims In The World Are In India Because We Are Hindus'

અમે હિન્દુ છીએ એટલે વિશ્વભરમાં સૌથી વધુ સુખી મુસ્લિમ ભારતમાં: મોહન ભાગવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘હિન્દુ કોઈ પૂજા,ભાષા કે રાજ્ય નહીં પરંતુ સંસ્કૃતિ છે’ - ભાગવત

ભુવનેશ્વરઃ સંઘના વડા મોહન ભાગવતે ભારતના વૈવિધ્યના વખાણ કરતા કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ સુખી મુસ્લિમો ભારતમાં છે. આવું કેમ છે? કારણ કે, આપણે હિન્દુ છીએ. રાષ્ટ્ર સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે શનિવારે ભુવનેશ્વરમાં બૌદ્ધિકોની એક સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું અહીંના લોકો વિવિધ સંસ્કૃતિ, ભાષા અને ભૂગોળ સાથે જોડાયેલા છે, પોતાને ભારતીય માને છે.

આગવી ઓળખ સંસ્કૃતિ
આ અદ્વિતિય અહેસાસના કારણે જ મુસ્લિમ, પારસી કે અન્ય ધર્મમાં વિશ્વાસ રાખનારા લોકો અહીં પોતાને સુરક્ષિત સમજે છે. યહૂદીઓ પણ જ્યાં-ત્યાં ફરતા હતા, પરંતુ તેમને અહીં આશરો મળ્યો. પારસીઓની પૂજા અને મૂળ ધર્મ પણ ફક્ત અહીં સુરક્ષિત છે. ભાગવતે સામાજિક ક્રાંતિની વાત કરતા કહ્યું કે, દેશનું ભાગ્ય બદલવા સામાજિક પરિવર્તન જરૂરી છે. સંઘને કોઈ સામે નફરત નથી. સંઘનો હેતુ ભારતમાં પરિવર્તન માટે તમામ સમાજને સંગઠિત કરવાનો છે, નહીં કે ફક્ત હિંદુઓને. અહીં રાષ્ટ્રવાદ લોકોને ડરાવે છે કારણ કે, તેઓ આ ભાવનાને તુરંત જ હિટલર કે મુસોલિની સાથે જોડી દે છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રવાદ આવો નથી કારણ કે, આ દેશ પોતાની આગવી સંસ્કૃતિથી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...