એજીએમની અસર / રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 12% ઉછાળો, 10 વર્ષની સૌથી મોટી તેજી

Reliance Industries stock jumped 12%, the biggest gain in 10 years

  • શેરમાં તેજીથી રિલાયન્સની માર્કેટ કેપ 8,400 કરોડ રૂપિયા વધીને 8.21 લાખ કરોડ થઈ છે
  • રિલાયન્સની એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા શેરમાં તેજી આવી 
  • સાઉદી અરામકો રિલાયન્સના રિફાઈનરી-કેમિકલ બિઝનેસમાં 20% શેર 1.06 લાખ કરોડ રૂપિયામાં ખરીદશે 

Divyabhaskar.com

Aug 13, 2019, 05:24 PM IST

મુંબઈઃ શેરબજારના ઘટાડાથી વિપરીત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 12 ટકા વધીને 1,302.50 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. તે 14 જૂન 2009 બાદ એક દિવસની સૌથી મોટી તેજી છે. આ વધારા સાથે બીએસઈ પર રિલાયન્સની માર્કેટ કેપ 84,000 કરોડ રૂપિયા વધીને 8.21 લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. શુક્રવારે શેરબજાર બંધ થવા પર તે 7.37 લાખ કરોડ રૂપિયા હતી. સોમવારે બકરી ઈદના કારણે બજાર બંધ હતું.

એજીએમની જાહેરાતોથી શેર વધ્યોઃ એનાલિસ્ટ

રિલાયન્સની 42મી એજીએમમાં સોમવારે કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ ઘણી મહત્વની જાહેરાત કરી હતી. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે અંબાણીની જાહેરાતોના કારણે રિલાયન્સના શેરમાં ખરીદી વધી છે.

રિલાયન્સની 4 મોટી જાહેરાત

1.સાઉદી અરામકો રિલાયન્સના રિફાઈનરી-કેમિકલ બિઝનેસમાં 20 ટકા શેર 1.06 લાખ કરોડ રૂપિયામાં ખરીદશે. આ રિલાયન્સમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ હશે.
2.રિલાયન્સ ફ્યુઅલ રિટેલ બિઝનેસનો 49 ટકા હિસ્સો યુકેની બીપી કંપનીને 7,000 કરોડ રૂપિયામાં વેચશે. બીપીની સાથે જોઈન્ટ વેન્ચર અંતર્ગત રિલાયન્સ અગામી 5 વર્ષમાં પેટ્રોલ પંપની સંખ્યા હાલના 1,400માંથી વધારીને 5,500 કરશે.
3.અરમકો અને બીપીનો શેર વેચવાથી મળનારી રકમથી રિલાયન્સ તેનું દેવું ચુકવશે. માર્ચ 2021 સુધીમાં કંપનીને દેવા મુક્ત બનાવવાનું લક્ષ્ય છે.
4.પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેલ અને જિયો શેરબજારમાં લિસ્ટ થશે. મુકેશ અંબાણીએ શેરહોલ્ડરને વિશ્વાસ અપાવ્યો તેમને લાભાંશ, બોનસ મળતો રહેશે.

રિલાયન્સના 5 રેકોર્ડ

ઓક્ટોબર 2007ઃ 100 અબજ ડોલરના માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની
જુલાઈ 2018ઃ 11 વર્ષ બાદ ફરીથી 100 અબજ ડોલરની વેલ્યુએશન પ્રાપ્ત કરી
ઓગસ્ટ 2018ઃ 8 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની
જાન્યુઆરી 2019ઃ 10,000 કરોડ રૂપિયાના નફા વાળી દેશની પ્રથમ પ્રાઈવેટ કંપની બની

ટીસીએસ માર્કેટ કેપમાં સૌથી મોટી કંપની

ટાટા ગ્રુપની ફલેગશીપ કંપની ટીસીએસની માર્કેટ કેપ 8.37 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ અને ટીસીએસની માર્કેટ કેપ ઘણીવાર એક-બીજાને પાછળ છોડી ચૂકી છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 9 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી પ્રથમ ભારતીય કંપની બનવાની સ્પર્ધા છે.

X
Reliance Industries stock jumped 12%, the biggest gain in 10 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી