• Gujarati News
  • National
  • Recommendation Of Action Against 71 Officers Including 25 DMs In The Case Of Sexual Abuse And Harassment Of Children In 17 Shelter Homes

17 શેલ્ટર હોમ્સમાં બાળકોનું યૌન શોષણ અને હેરાનગતિ;25 DM સહિત 71 અધિકારીઓ પર કાર્યવાહીની ભલામણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CBIએ બિહારના 17 શેલ્ટર હોમની તપાસ બાદ કાર્યવાહી માટે મુખ્ય સચિવને ભલામણ કરી
  • સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, 52 NGO અને ખાનગી સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા માટે કહ્યું

નવી દિલ્હી(પવન કુમાર) બિહારના 17 શેલ્ટર હોમમાં બાળકોનું યૌન શોષણ અને તેમની હેરાનગતિના કેસમાં ટૂંક સમયમાં જ રાજ્યના 25 DM અને 46 અન્ય સરકારી અધિકારીઓ પર વીજળી ત્રાટકવાની છે. આ કેસની તપાસ કરી રહેલી CBIએ પણ તમામ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ભલામણ કરતો પત્ર બિહારના મુખ્ય સચિવને મોકલ્યો છે. જેમાં અધિકારીઓની ઘોર બેદરકારીનો ઉલ્લેખ કરાયો છે. CBI રાજ્યના 52 અન્ય લોકો અને NGOને પણ તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરીને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવાની ભલામણ કરી છે. આ માહિતી CBIએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કરેલા તેમના સોગંદનામામાં આપી છે. CBIએ રિપોર્ટમાં કહ્યું છે કે તેમણે તમામ 17 શેલ્ટર હોમની તપાસ પુરી કરી લીધી છે. આ સંદર્ભમાં સંબંધિત કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. 

પટનાના 3 શેલ્ટર હોમ પણ ઘેરાવામાં,2 DM સહિત ત્રણ અધિકારીઓ પર કાર્યવાહીની માંગ 
CBIના એસપી દેવેન્દ્ર સિંહે વકીલના માધ્યમથી તેમનું સોગંદનામું દાખલ કરાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બર 2018ના રોજ મુઝફ્ફરપુર શેલ્ટર હોમના ઉપરાંત બિહારના અન્ય 16 શેલ્ટર હોમની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. બિહાર સરકારે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ ઉપરાંત 12 અન્ય કેસ દાખલ કર્યા હતા. એ તમામ કેસની CBIએ ફરી તપાસ કરી હતી. સાથે જ પટનાના નારી ગુંજન, કૈમૂરના જ્ઞાન ભારતી, ગયાના સેવા કુટીર અને મધુબનીના એક શેલ્ટર હોમની પણ તપાસ કરી હતી. અહીંયા સંચાલકો વિરુદ્ધ પુરાવા તો ન મળ્યા, પણ અધિકારીઓને બેદરકારી સામે આવી, એટલા માટે અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે લખ્યું છે. 

કયું બાલિકાગૃહ અને કોની પર કાર્યવાહી કરાઈ
1. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ગયા -2 DM, 1 સરકારી અધિકારી અને 13 ચાઈલ્ડ વેલ્ફેર કમિટિના સભ્ય અને અન્ય લોકોને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ 
2.ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભાગલપુર -2 DM, 3 સરકારી અધિકારી અને 6 અન્ય લોકોને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ
3. શાર્ટ સ્ટે હોમ, મુંગેર - અહીંયા અધિકારીઓને ઈન્સ્પેક્શનના સંબંધમાં વિશેષ નિર્દેશ આપવાની જરૂરિયાત છે. 
4.ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મુંગેર -1 DM અને અન્ય લોકોને બ્લેકલિસ્ટ કરાવવાની ભલામણ 
5. શાર્ટ સ્ટે હોમ, પટના-1 DM, 2, સરકારી અધિકારી અને 3 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાવવાની ભલામણ 
6.કૌશલ કુટીર, પટના-એક સરકારી અધિકારી 
7. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મોતીહારી- 2 DM
8.શાર્ટ સ્ટે હોમ, કૈમૂર-5 DM, 5 સરકારી અધિકારી અને 1 NGO સખીને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ 
9.શાર્ટ સ્ટે હોમ, કૈમૂર-7 DM, 11 સરકારી અધિકારી અને 1 બ્લેકલિસ્ટની ભલામણ
10. શાર્ટ સ્ટે હોમ, મધેપુરા-1 DM અને પાંચ સરકારી અધિકારી 
11. ઓબ્ઝર્વેશન હોમ, અરરિયા- 1DM અને 5 સરકારી અધિકારીઓ પર કાર્યવાહીની ભલામણ કરાઈ

આ ચારની વિરુદ્ધ પુરાવા ન મળવાના કારણે કેસ નોંધાયો નથી પણ અધિકારીઓની બેદરકારી જોવા મળી
1. સ્પેશલાઈજ્ડ અડોપ્શન એજન્સી, મધુબની-2DM, 5 સરકારી અધિકારી પર કાર્યવાહીની ભલામણ 
2. સ્પેશલાઈજ્ડ અડોપ્શન એજન્સી, પટના -1DM, 5 અધિકારી પર કાર્યવાહીની ભલામણ 
3. સ્પેશલાઈજ્ડ અડોપ્શન એજન્સી, કૈમૂર-3 સરકારી અધિકારી અને 13 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ 
4 સેવા કુટીર, ગયા -4 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાવવાની ભલામણ

આવી રીતે પર્દાફાશ થયો 

  • 14 નવેમ્બર 2017ના રોજ ટિસે બાલિકાગૃહમાં સોશયલ ઓડિટ કર્યું હતું
  • 31 મે 2018ના રોજ FIR
  • 1 જૂન 2018ના રોજ બ્રજેશ ઠાકુરની ધરપકડ
  • 26 જૂન 2018 CBIને કેસ સોંપ્યો