તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RBIએ કહ્યું- ‘કૃષિ ઉત્પાદન- ગ્રામીણ માંગ ઘટવાનું જોખમ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોટર સાઈકલ અને ટ્રેક્ટરના વેચાણ પર અસર પડી શકે

મુંબઈ: આરબીઆઈએ ગુરુવારે જારી કરેલા વર્ષ 2018-19ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, અર્થતંત્રને ગતિ આપવા માટે ખાનગી રોકાણ વધારવાની જરૂરિયાત છે. ચોમાસામાં મોડું થવાના કારણે તેમજ ક્યાંક ઓછો અને ક્યાંક વધુ વરસાદને પગલે કૃષિ ઉત્પાદનમાં અને ગ્રામીણ માંગમાં ઘટાડો નોંધાઈ શકે છે. તેની અસર મોટર સાઈકલ અને ટ્રેક્ટરના વેચાણ પર પડી શકે. કાચા તેલની કિંમતમાં પણ ઘણાં ઉતાર-ચઢાવ અને અનિશ્ચિતતા છે. 

એનબીએફસી પાસેથી કોમર્શિયલ સેક્ટરને લોન મળવામાં 20%નો ઘટાડો
આરબીઆઈએ દાવો કર્યો છે કે, ડિજિટલ પેમેન્ટ વધારવાના પ્રયાસ છતાં ચલણ 17% વધીને રૂ. 21.10 લાખ કરોડે પહોંચ્યું છે. આઈએલ એન્ડ એફએસ સંકટ પછી એનબીએફસી પાસેથી કોમર્શિયલ સેક્ટરને લોન મળવામાં 20%નો ઘટાડો થયો છે. આરબીઆઈના રિપોર્ટમાં હવે રૂ. 100ના નોટનું આયુષ્ય વધારવા તેના પર વાર્નિશ કોટિંગ કરાશે, તેનો પણ ઉલ્લેખ છે.