તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ravi Shankar Returns His Statement On Economy, Priyanka Says Minister Ji Quit The Film

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્થવ્યવસ્થા પર રવિશંકરે પોતાનું નિવેદન પરત લીધું, પ્રિયંકાએ કહ્યું- મંત્રી જી ફિલ્મી દુનિયામાંથી બહાર નીકળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિશંકર પ્રસાદે કહ્યું- સંવેદનશીલ વ્યક્તિ હોવાને કારણે નિવેદન પરત લઉં છુ
  • પ્રિયંકા ગાંધીએ કહ્યું- સરકારને લોકોના દુઃખની પડી નથી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે અર્થવ્યવસ્થા પર આપેલા પોતાના નિવેદનને પરત ખેંચ્યું છે. શનિવારે મુંબઈમાં પ્રસાદે કહ્યું હતું કે દેશમાં આર્થિક મંદી નથી. તેમણે આ અંગે તર્ક આપ્યો હતો કે ત્રણ ફિલ્મોએ મળીને એક જ દિવસમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેનાથી સાબિત થાય છે કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. હવે તેમણે પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું છે કે તેમનું નિવેદન આંકડાઓના આધારે યોગ્ય હતું, પરંતુ તેનો ખોટો અર્થ કાઢવા પર તેમને દુ:ખ છે.
પ્રસાદે તેમના લેખિત નિવેદનમાં કહ્યું મેં અર્થવ્યવસ્થાને લઈને સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની વિગતે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હમેશા આમ આદમી પ્રત્યે સંવેદનશીલ રહી છે. મારું સંપૂર્ણ નિવેદ સોશિયલ મીડિયા પર છે. મને મારા નિવેદનથી ખોટો સંદેશ જવાનું દુ:ખ છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ હોવાના કારણે મારા નિવેદનને પરત લઉં છું. પ્રસાદે એ પણ કહ્યું કે મુંબઈમાં હોવાના કારણે તેમણે ફિલ્મ ઉદ્યોગનો હવાલો આપ્યો હતો. ફિલ્મોથી દેશને ટેક્સ તરીકે ઘણું મોટું યોગદાન મળે છે. સાથે જ લાખો લોકોને રોજગાર પણ મળે છે.
બીજી તરફ કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રસાદની મજાક ઉડાવતા તેમને ફિલ્મી દુનિયામાંથી બહાર નીકળવાની સલાહ આપી છે.  પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે એ દુ:ખની વાત છે કે જ્યારે દેશમાં લાખો લોકો નોકરીઓ ગુમાવી રહ્યાં છે, તેમના પૈસા પર બેન્ક કુંડળી મારીને બેઠી છે, સરકારને લોકોના દુ:ખની ચિંતા નથી. તેમને ફિલ્મોના નફાની પડી છે. મંત્રીજી ફિલ્મી દુનિયામાંથી બહાર નીકળો. હકીકતથી દૂર ન ભાગશો.
મુંબઈમાં પ્રસાદે કહ્યું હતું- ફિલ્મોની કમાણી આર્થિક મજબૂતાઈનું સબૂત
પ્રસાદે કહ્યું હતું કે 2 ઓક્ટોબરે ત્રણે ફિલ્મો રિલીઝ થઈ હતી. ફિલ્મ ઉદ્યોગના વિશ્લેષક કોમલ નાથનો હવાલો આપતા તેમણે કમાણીનો આંકડો રેકોર્ડ 120 કરોડ રૂપિયાએ પહોંચવાની વાત જણાવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા મુંબઈ પહોંચેલા પ્રસાદે કહ્યું હતું, હું અટલ બિહારી વાજપેયની સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી હતો. મને ફિલ્મ જોવાનું ગમે છે. ફિલ્મો દ્વારા મોટા પ્રમાણમાં વેપાર થતો રહે છે.
એનએસઓએ આર્થિક વિકાસ દર 5% કહ્યો હતો
સરકારી આંકડાઓ મુજબ એપ્રિલમાં આર્થિક વૃદ્ધિદર ઘટીને 7 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. તે ગત વર્ષના જૂન ત્રિમાસિકમાં 8%ની સરખામણીએ આ વખતે 5% રહ્યો હતો. પ્રસાદે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના રિપોર્ટને ફગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ રિપોર્ટ ખોટો છે. હું તમને આ બાબતને સંલગ્ન 10 આંકડા આપું છું. તેમાંથી એક પણ રિપોર્ટમાં નથી. અમે ક્યારે પણ કીધું નથી કે અમે બધાને સરકારી નોકરીઓ આપીશું. 
આકંડાઓ પ્રમાણે બેરોજગારી દર 45 વર્ષમાંથી સૌથી વધારે
મે મહિનામાં કેન્દ્રએ NSSOની સામાયિક શ્રમ શક્તિ સર્વે રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં 2017-18 દરમિયાન બેરોજગારી દર 45 વર્ષમાંથી સૌથી વધારે 6.1% બતાવાયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરુષોનો બેરોજગારી દર 6.2% તો મહિલાઓનો 5.7% હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો