વિવાદ/ / રાઉતની સ્પષ્ટતા- ઈન્દિરા ગાંધી કરીમ લાલા સાથે પઠાણ નેતા તરીકે મુલાકાત કરતા હતા; ફડણવીસે કહ્યું- અપરાધીઓ સાથેની સાઠગાંઠ અંગે કોંગ્રેસ જવાબ આપે

Raut Explains: Indira Gandhi met Karim Lala as Pathan leader; Fadnavis said - Congress will respond to alliances with criminals

  •  શિવસેના નેતા સંજય રાઉતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું- ઈન્દિરા ગાંધી ડોન કરીમ સાથે મુલાકાત માટે જતા હતા 
  • પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુછ્યું- ‘શું કોંગ્રેસ એ વખતે અંડરવર્લ્ડના વિશ્વાસે ચૂંટણી જીતતી હતી?’
  • હાજી મસ્તાનના દત્તક પુત્રએ કહ્યુંકે સંજય રાઉત સાચું કહી રહ્યા છે

Divyabhaskar.com

Jan 16, 2020, 06:13 PM IST

મુંબઈઃ શિવસેના સાંસદ સંજય રાઉતે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ડોન કરીમ લાલા વચ્ચેની મુલાકાત અંગે આપેલા નિવેદન માટે સફાઈ આપી છે. તેમણે કહ્યું કે, ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા સાથે એક પઠાણ નેતા તરીકે મુલાકાત કરતા હતા. હું પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીનું સન્માન કરું છું. જો કે, તાજેતરમાં એક મરાઠી છાપાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, કરીમ લાલા સાથે અને હું દાઉદ ઈબ્રાહિમ સાથે મુલાકાત કરી ચુક્યો છું.

પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ નેતાઓ પાસે જવાબ માંગ્યો
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાઉતના નિવેદન અંગે કોંગ્રેસ નેતાઓ પાસે જવાબ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ‘શું કોંગ્રેસ એ વખતે અંડરવર્લ્ડના વિશ્વાસે ચૂંટણી જીતી હતી, શું કોંગ્રેસને અંડરવર્લ્ડ ફાઈનાન્સ મળતું હતું. સંજય રાઉતે ઘટસ્ફોટ કર્યો છે કે એ વખતે 1960 થી 1980 સુધી મુંબઈના કમિશનરની નિમણૂક અંડરવર્લ્ડ કરતું હતું શું આ સાચું છે?’

કરીમલાલા પઠાણોના નેતા હતાઃરાઉત
રાઉતે કહ્યું કે, ‘કરીમ લાલાને તમામ રાષ્ટ્રીય નેતા આવીને મળતા હતા. તેઓ અફઘાનિસ્તાનથી આવેલા પઠાણોના નેતા હતા. તેમની સમસ્યા જાણવા માટે નેતાઓ તેમની મુલાકાત લેતા હતા. ઈન્દિરા ગાંધીજી પણ કરીમ લાલા એક પઠાણ નેતા હોવાથી તેમની સાથે મુલાકાત કરતા હતા. કરીમ લાલાના ઓફિસમાં ઘણા નેતાઓના ફોટા લાગેલા હતા. કરીમ લાલા, અબ્દુલ ગફાર ખાન સાથે પણ કામ કરતા હતા’

કોંગ્રેસ નેતાઓએ સાંસદ રાઉતને ઘેર્યા
મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ સાંસદ રાઉતના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ઈન્દિરા ગાંધી સાચા દેશભક્ત હતા. કોંગ્રેસ નેતા સંજયનિરૂપે કહ્યું કે, સારુ રહેશે કે શિવસેનના મિસ્ટર શાયર અન્યોને હલકી ફુલકી શાયર સંભળાવીને મહારાષ્ટ્રનું મનોરંજન કરતા રહે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીજી વિરુદ્ધ ખોટો પ્રચાર કરશો તો પસ્તાવવું પડશે. તેમણે ઈન્દિરાજી વિશે જે નિવેદન આપ્યું છે તે પાછું લો.

ડોન હાજી મસ્તાનના દત્તક પુત્ર સુંદર શેખરે કહ્યું કે, સંજય રાઉત સાચું કહે છે. ઈન્દીરા ગાંધી ઘણી વખત હાજી મસ્તાનને મળવા માટે આવતા હતા. આ ઉપરાંત અન્ય ઘણા નેતાઓ પણ તેમને મળવા આવતા હતા. હાજી મસ્તાન એક ઉદ્યોગપતિ હતા. એટલું જ નહીં બાલાસાહેબ ઠાકરે પણ હાજી મસ્તાનના સારા મિત્ર હતા.

હું મોત અને જેલથી ક્યારેય ગભરાયો નથીઃસંજય રાઉત

  • સંજય રાઉતે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે, જ્યારે હાજી મસ્તાન મંત્રાલય પહોંચતા હતા તો લોકો તેના સ્વાગતમાં બહાર આવીને ઊભા રહી જતા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધી પણ મુંબઈના પહેલા કરીમ લાલાને પાયધુની વિસ્તારમાં મળવા જતા હતા’
  • ‘જો માણસમાં હિંમત હોય તો સામે ભલે વડાપ્રધાન હોય અથવા ગૃહમંત્રી, તેનાથી કંઈ ફરક નથી પડતો. હું મારા અત્યાર સુધીના જીવનમાં મોત અને જેલથી ક્યારેય ગભરાયો નથી. ઘણા લોકો તો મને ગુંડો કહેતા હતા પણ મને ખોટું નથી લાગતું કારણ કે આ મારા કામ કરવાની રીત છે’
  • ‘મુંબઈમાં એક સમય એવો પણ હતો કે શહેરમાં અંડરવર્લ્ડનું જ ચાલતું હતું. હવે તેનું અસ્તિત્વ જ નથી રહ્યું. પહેલા મુખ્યમંત્રી કોણ હશે, કોણી સરકાર આવશે એ અંડરવર્લ્ડ નક્કી કરતું હતું. એવામાં મેં અંડરવર્લ્ડના ઘણા લોકોને જોયા છે. હાલના સમયમાં એવા ગણ્યા ગાંઠ્યા લોકો હશે જેમણે દાઉદ સાથે મુલાકાત કરી હશે પરંતુ મે દાઉદને જોયેલો પણ છે અને તેને મળી પણ ચુક્યો છું. આટલું જ નહીં મેં તેને એક વખત ફટકાર્યો પણ છે’

હાજી મસ્તાનના દત્તક પુત્રએ સમર્થન કર્યું
આ મામલે હાજી મસ્તાનના દત્તક પુત્ર સુંદર શેખરે કહ્યું , ‘સંજય રાઉત સાચું કહી રહ્યા છે. ઈન્દિરા ગાંધી કરીમ લાલાને મળતા હતાં. ઘણા અન્ય નેતાઓ પણ મુલાકાત કરતા હતાં. હાજી મસ્તાન એક વેપારી હતા. બાલાસાહેબ ઠાકરે પણ હાજી મસ્તાનના સારા મિત્ર હતા. ’

X
Raut Explains: Indira Gandhi met Karim Lala as Pathan leader; Fadnavis said - Congress will respond to alliances with criminals
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી