ઈન્ડિગો પ્રમોટર વિવાદ / રાકેશ ગંગવાલે રાહુલ ભાટિયા પર કૌભાંડના આરોપો લગાવ્યા, સેબીને ફરિયાદ કરી

Rakesh Gangwale accused Rahul Bhatia of scandal, complained to SEBI

  •  ગંગવાલે એરલાઈનના મેનેજમેન્ટના હાલને પાનની દુકાનથી પણ ખરાબ ગણાવ્યું 
  •  ગંગવાલની ફરિયાદ પર સેબીએ ઈન્ડિગો બોર્ડ પાસે 19 જુલાઈ સુધી જવાબ માગ્યો 
  •  રાકેશ ગંગવાલની ઈન્ડિગોમાં 37% અને રાહુલ ભાટિયાની 38%ની ભાગીદારી છે. 

Divyabhaskar.com

Jul 10, 2019, 12:46 PM IST

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈનના પ્રમોટરોનો વિવાદ મંગળવારે ખુલીને સામે આવ્યો છે. પ્રમોટર રાકેશ ગંગવાલે કો-ફાઉન્ડર રાહુલ ભાટિયા પર ગંભીર ગોટાળાઓનો આરોપો લગાવ્યા છે. ગંગવાલે કહ્યું કે, કંપની પોતાના સિદ્ધાંતો અને સંચાલનના મૂલ્યોથી ભટકી ગઈ છે. એક પાનની દુકાન તેમના કરતા વધારે કરતા વધારે સારી રીતે મામલાનું સમાધાન લાવી શકે છે.

તાત્કાલિક પગલા લેવાની જરૂરઃ ગંગવાલ

  • ગંગાવાલે માર્કેટ રેગ્યુલેટર સેબીને ફરિયાદ કરી છે. સેબીએ એરલાઈનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે જવાબ માગ્યો છે. ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશને મંગળવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી. સેબીએ 19 જુલાઈ સુધી ઈન્ડિગો પાસે જવાબ માગ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં ઈન્ડિગોના પ્રમોટર્સ વચ્ચે મતભેદના સમાચાર આવ્યા પછીથી જ સેબીએ તપાસ શરૂ કરી દીધી છે.
  • ગંગવાલે ઘણા રિલેટેડ પાર્ટી ટ્રાન્જેક્શન્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શેરહોલ્ડર્સના એગ્રીમેન્ટથી ભાટિયાને ઈન્ડિગો પર અસામાન્ય નિયંત્રણનો અધિકાર મળી ગયો છે. આ ઉપરાંત સંચાલનના મૂળભૂત નિયમો અને કાયદાનું પાલન પણ કરવામાં આવતું નથી. તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે કતો પરિણામ ખરાબ આવી શકે છે.
  • ગંગવાલે ઈન્ડિગોના બોર્ડને પત્ર લખીને 12 જુને ઈજીએમ રાખવાની માગ કરી હતી પરંતુ, ભાટિયાએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભાટિયા
  • એ કંપની બોર્ડને કહ્યું હતું કે,ગંગવાલ ઈગો હર્ટ થવાના કારણે આવી વાતો કરી રહ્યાં છે. તેમની ગેરવ્યાજબી માગો પર ધ્યાન આપવું જોઈએ નહીં.
  • ભાટિયાએ 12મી જુને લખેલા પત્રમાં આરોપ લગાવ્યા છે કે ગંગવાલ હિડન એજન્ડાની સાથે કામ કરી રહ્યા છે. તેમણે એક પેકેજનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. તેઓ રિલેટેડ પાર્ટી ટ્રાન્જેક્શન્સના મુદ્દાઓ પર અલગથી વાત કરવા માટે તૈયાર નથી. મહત્વનું છે કે રાકેશ ગંગવાલની ઈન્ડિગોમાં 37% અને રાહુલ ભાટિયાની 38%ની ભાગીદારી છે.
X
Rakesh Gangwale accused Rahul Bhatia of scandal, complained to SEBI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી