જયપુર / રાજનાથે કહ્યું- CDSની નિમણૂક માટે બે દાયકાથી ચર્ચા ચાલી રહી હતી, વડાપ્રધાન મોદીએ તરત મંજૂરી આપી

  •  મંગળવારે રાજનાથે જયપુરમાં ‘આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે’ના અવસરે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી 
  • કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ જોડાયા હતા 

Divyabhaskar.com

Jan 14, 2020, 03:32 PM IST
જયપુરઃ રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અંગે 20-21 વર્ષથી મંથન ચાલી રહ્યું હતું. રક્ષા મંત્રી બન્યા બાદ મેં આ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તરત આને મંજૂર કરીને પદની રચના કરવાના આદેશ આપ્યા હતા. રાજનાથ મંગળવારે જયપુરમાં ‘આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે’ના અવસરે જયપુરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. 14 જાન્યુઆરીએ ભારતીય સશસ્ત્ર સેનાએ તેમના પૂર્વ સૈનિકો માટે ‘આર્મ્ડ ફોર્સ વેટનર્સ ડે’ની ઉજવણી કરે છે. CDS જનરલ બિપિન રાવત પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
પૂર્વ સૈનિકોને રાજનાથે કહ્યું- અમારું પદ મોટું હોઈ શકે, તમારું કદ મોટું છે
રક્ષામંત્રીએ પૂર્વ સૈનિકોને સંબોધતા કહ્યું કે, ‘તમારું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે. અમારું પદ મોટું હોઈ શકે છે પણ કદ તમારું મોટું છે. પોસ્ટથી નહીં વ્યક્તિની ઓળખાણ તેના કામથી થાય છે. તમે યુદ્ધ લડ્યું છે, જોખમ ઉઠાવ્યું છે એટલા માટે તમારું કદ મોટું છે. કાર્યક્રમમાં સેવાનિવૃત્ત સૈનિક તથા અધિકારી પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રીએ તેમના હાલચાલ પુછ્યા હતા.’
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી