તમિલનાડુ / રજનીકાંતે કહ્યું- ભાજપ મારું ભગવા કરણ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હું તેમાં નહીં ફસાઉ

  • રજનીકાંતે કહ્યું- અમુક લોકો અને મીડિયા એવું દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે, હું ભાજપનો માણસ છું, જે સાચીવાત નથી
  • અયોધ્યા મામલે રજનીકાંતે લોકોને કોર્ટના નિર્ણયનું સન્માન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે

Divyabhaskar.com

Nov 08, 2019, 04:22 PM IST

ચેન્નાઈ: ફિલ્મ અભિનેતા રજનીકાંતે શુક્રવારે ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું છે કે, તેઓ મને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે. તેમણએ તમિલ કવિ તિરુવલ્લુવરની સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સત્ય હકીકત એ છે કે, ન તો તિરુવલ્લુવર અને ના તો હું તેમની જાળમાં ફસાઈશું. અયોધ્યા મામલે તેમણે લોકોને કહ્યું કે, કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ.

ફિલ્મ અભિનેતા કમલ હાસન અને રજનીકાંતે ચેન્નાઈમાં શુક્રવારે રાજ કમલ ફિલ્મ ઈન્ટરનેશનલના નવા કાર્યાલયમાં દિવંગત ફિલ્મ નિર્દેશક કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, તિરુવલ્લુવરને ભગવો પહેરાવવો ભાજપનો એજન્ડા હતા. અમુક લોકો અને મીડિયા એવું દર્શાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે કે, હું ભાજપનો માણસ છું. પરંતુ આ વાત સાચી નથી. સાથ આપીશ તો તે રાજકીય પક્ષ ખુશ થઈ જશે પરંતુ તે નિર્ણય લેવાનું મારા ઉપર છે.

હાસને કહ્યું- અમે એકબીજાનું સન્માન કરીયે છીએ
કમલ હાસને કહ્યું કે, એક જ સમયે અમે બંનેએ નિર્ણય લીધો છે કે, અમે (હું અને રજનીકાંત) એકબીજાનું સન્માન કરી શું. કારણકે અમારુ માનવું છે કે, તે અમારા બંનેના ભવિષ્ય માટે સારુ છે. આજે પણ અમે એકબીજાનું સન્માન, નિંદા અને સમર્થન કરીયે છીએ.

તિરુવલ્લુવરનો ફોટો લઈને વિવાદ થયો હતો
થોડા દિવસ પહેલાં તમિલનાડુની ભાજપ પક્ષ દ્વારા તિરુવલ્લુવરનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. તેના કારણે ઘણો વિરોધ થયો હતો. તસવીરમાં તેમને ભગવો પોશાક પહેરાવવામાં આવ્યો હતો. માથે અને હાથ પર વિભૂતિ લગાવવામાં આવી હતી. તેના બીજા દિવસે અમુક લોકોએ તેમના પર છાણ ફેંક્યું અને તે પછી ઘણો વિવાદ થયો. તિરુવલ્લુવર તમિલ કવિ છે. જે અંદાજે 2050 વર્ષ પહેલાં તમિલનાડુમાં રહેતા હતા. તેમણે તિરુક્કુરલ નામનું પુસ્તક લખ્યું છે. તે તમિલ ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યોમાંથી એક માનવામાં આવે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી