• Gujarati News
  • National
  • Rajinikanth Amit Shah, Hindi Row [Update]: Rajinikanth Opposes Home Minister Amit Shah Hindi Imposition

શાહે કહ્યું- માતૃભાષા પર હિન્દી થોપવા માટે નહોંતું કહ્યું, કોઈ રાજકારણ કરવા માગે તો એ તેની ઈચ્છા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાહે હિન્દી વિવાદ પર સફાઈ આપી- હિન્દીને બીજી ભાષાના રૂપમાં શીખવાની અપીલ કરી હતી
  • કર્ણાટક, તમિલનાડુ, કેરળે શાહના એક રાષ્ટ્ર-એક ભાષાનો વિરોધ કર્યો
  • કમલ હાસન અને રજનીકાંતે પણ અમિત શાહના નિવેદન પર વિરોધ નોંધાવ્યો

ચેન્નાઈઃ ગૃહમંત્રી અમિત શાહના એક રાષ્ટ્ર- એક ભાષાના ફોર્મ્યુલાનો દક્ષિણ ભારતીય રાજ્યોમાં વિરોધ ચાલું છે. આ અંગે શાહે પોતાના નિવેદન પર સફાઈ આપી છે. તેમણે કહ્યું કે, મારા નિવેદનનો અર્થ કોઈની માતૃભાષા પર હિન્દીને થોપવાનો નથી. જો કોઈ આ મુદ્દે રાજકારણ કરવા માગતું હોય તો એ તેની ઈચ્છા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, મેં હિન્દીને બીજી ભાષાના રૂપમાં શીખવાની અપીલ કરી હતી. આ પહેલા સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, તમિલનાડુ જ નહીં કોઈ પણ દક્ષિણ રાજ્યમાં બળજબરીથી હિન્દી અથવા કોઈ અન્ય ભાષા થોપવી ન જોઇએ. રજનીકાંતે કહ્યું કે, ફક્ત ભારત જ નહીં પરંતુ કોઈ પણ દેશ માટે એક ભાષા હોવી તેની એકતા અને પ્રગતિ માટે સારું છે. પરંતુ આપણા દેશમાં કોઈ પણ ભાષા લાગૂ ન કરી શકાય. 
કમલ હાસને કહ્યું હતું કે, 1950માં દેશવાસીઓને વાયદો કર્યો હતો કે તેમની ભાષા અને સંસ્કૃતિની રક્ષા કરવામાં આવશે. કોઈ શાહ, સમ્રાટ અથવા સુલ્તાન આ વાયદાને અચાનક ખતમ ન કરી શકે. તેમણે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ભાષા અંગે વધુ એક આંદોલન થશે, જો તમિલનાડુમાં જલીકટ્ટુ વિરોધ પ્રદર્શનની સરખામણીમાં ઘણો મોટો હશે. અમે તમામ ભાષાઓનું સમ્માન કરીએ છીએ, પરંતુ તમિલ હંમેશા અમારી માતૃભાષા રહેશે. 
અમિત શાહે 14 સપ્ટેમ્બરે કહ્યું હતું કે હિન્દી રાજ્યભાષા છે. આપણા દેશમાં ઘણી ભાષાઓ બોલાય છે, પરંતુ એક એવી ભાષા હોવી જોઈએ જે દુનિયાભરમાં દેશની ઓળખને આગળ વધારે અને હિન્દીમાં આ તમામ ગુણ છે. 

અન્ય સમાચારો પણ છે...