તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડ અકસ્માતની બે ઘટનામાં 10 લોકોના મોત; બીકાનેરમાં 7 અને જોધપુરમાં ત્રણ લોકો મોતને ભેટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીકાનેરમાં બસ અને બોલેરોની ટક્કરમાં 6 યાત્રીઓનું ઘટના સ્થળે મોત, એકે હોસ્પિટલમાં જ દમ તોડ્યો
  • જોધપુરમાં ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી, કારમાં સવાર ત્રમ લોકો ભડથું બન્યા

બીકાનેર/જોધપુરઃ રાજસ્થાનમાં મંગળવારે બે અલગ અલગ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. બીકાનેરમાં બસ અને બોલેરો ટકરાતા 7 લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે 5 ઘાયલ થયા છે. સાથે જ જોધપુરમાં કાર અને ટ્રકના વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહીં અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેમાં ત્રણ લોકો ભડથું બન્યા હતા. 

બીકાનેરઃ 6 યાત્રિઓનું ઘટનાસ્થળે જ મોત 
જિલ્લાના દેશનોક વિસ્તારમાં પલ્લાના ગામની પાસે સવારે યાત્રિઓ બસ અને બોલેરોની ટક્કરમાં 6 યાત્રિઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. દુર્ઘટનામાં 5 યાત્રિઓ ઘાયલ થયા હતા. જેમાં 2ની પરિસ્થિતી ગંભીર છે. પોલીસે જણાવ્યું કે બોલેરો દેશનોકથી બીકાનેર જઈ રહી હતી. મૃતકોમાં 4 મહિલાઓ અને 3 પુરુષો છે. ઘાયલોને બિકાનેરના પીબીએમ હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. 

જોધપુરઃ ટક્કર બાદ કારમાં આગ લાગી હતી 
બીજી દુર્ઘટના મંગળવાર સવારે બાડમેર-જોધપુર હાઈવે પર પચપદરાના ભાંડિયાવાસ ગામ પાસે બની હતી. જોધપુરના રહેવાસી ત્રણ વ્યક્તિ નાકોડા જૈન તીર્થમાં દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ટક્કરથી બે કાર ટ્રકના આગળના ભાગમાં ફસાઈ ગઈ હતી. ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને તેમા ફસાયેલા લોકોને બહાર નીકળવા જેટલો પણ સમય ન મળ્યો.