તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rahul's Question To Narendra Modi While Drinking Tea With The Chinese President, He Asked What Had Happened In Doklam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલનો નરેન્દ્ર મોદીને પ્રશ્ન- ચીનના રાષ્ટ્રપતિ સાથે ચા પીતા સમયે પૂછ્યું કે ડોકલામમાં શું થયું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાતુરમાં જનસભા સંબોધિત કરતા રાહુલ ગાંધી - Divya Bhaskar
લાતુરમાં જનસભા સંબોધિત કરતા રાહુલ ગાંધી
  • કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યા બાદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના લાતુરમાં પહેલી રેલી સંબોધી
  • રાહુલે કહ્યું- મોદીજી લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાથી હટાવી જીમ કોર્બેટ પાર્ક, ચાંદ, ચીન, પાકિસ્તાન પર લઈ જાય છે
  • રાહુલે બોલ્યા- ઈસરોનું નિર્માણ કોંગ્રેસે કર્યું હતું, રોકેટ બે દિવસમાં ચંદ્રમા પર નથી ગયું, મોદી લાભ ખાટી રહ્યા છે

લાતુરઃ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રના લાતૂરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ સમયે તેમણે નોટબંધી, જીએસટી, બેરોજગારી, નબળા અર્થતંત્રને લઈ મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. રાહુલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી ક્યારેક જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં દેખાય છે તો ક્યારેક ચંદ્રની વાત કરે છે, પરંતુ લોકોના જે મુખ્ય મુદ્દા છે તે અંગે ક્યારેય કોઈ વાત નહીં કરે. તેમણે કહ્યું હતું કે " ગઈકાલે મોદીજી ચીનના રાષ્ટ્રપતિ સાથે બેઠા હતા. ટેબલ પર બેસી ચા પી રહ્યા હતા. શું તેમણે ચીનના રાષ્ટ્રપતિને પૂછ્યું કે ડોકલામમાં શું થયું હતું. આજે દેશમાં લાખો યુવાનો બેરોજગાર છે, ચૂંટણીના સમયે બેરોજગારીની વાત નહીં થાય. યુવાનોને તેઓ કહે છે કે બેટા ચંદ્ર તરફ જુઓ. હિન્દુસ્તાને રોકેટ મોકલ્યું છે. ઈસરો સંસ્થાને કોંગ્રેસે બનાવી હતી. રોકેટ બે દિવસમાં ગયું ન હતું, તેની પાછળ ઘણા વર્ષોનો સમય લાગ્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદી આજે તેનો લાભ મેળવી રહ્યા છે."

મેક ઈન ઈન્ડિયાનું ગુડબાય, ટાટા થઈ ગયું: રાહુલ
રાહુલે જાહેર સભામાં કહ્યું હતું કે તમારું ધ્યાન મુખ્ય મુદ્દાઓથી હટાવી જીમ કોર્બેટ પાર્ક, ચાંદ, ચીન, પાકિસ્તાન, જાપાન અને કોરિયા તરફ લઈ જવાય છે. દેશમાં 40 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે. બે હજાર કારખાના બંધ છે. ગુજરાતમાં કાપડ અને ડાયમંડ ઉદ્યોગ ખતમ થઈ ગયો છે. જ્યારે પીએમ મોદી આવ્યા હતા ત્યારે કહેતા હતા- મેક ઈન ઈન્ડિયા, શું તે થઈ ગયું? તમે પુણે જાઓ. મેક ઈન ઈન્ડિયાનું ગુડબાય, ટાટા થઈ ગયું છે. ઉદ્યોગપતિઓના 5.30 લાખ કરોડ રૂપિયાના દેવા માફ થઈ ગયા. નોટબંધી કરી શ્રીમંતોને પૈસા આપ્યા. નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા ચોરના દેવા માફ કરવામાં આવ્યા. સૌ સાથે મળી કામ કરવાથી દેશની પ્રગતિ થઈ છે. દરેક જાતિ-ધર્મએ સાથે મળીને હિન્દુસ્તાનને બનાવ્યું છે.  

અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમ વખત જનસભા સંબોધી
રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. લાતૂર બાદ તેઓ મુંબઈમાં ચાંદીવલી અને ધારાવીના વિસ્તારોમાં પણ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી પ્રચાર માટે લોકો વચ્ચે પહોંચ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન અંતર્ગત 125-125 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 38 બેઠક અન્ય સહયોગી પક્ષોને આપી છે. મહારાષ્ટ્રમાં 21મી ઓક્ટોબરના રોજ મતદાન છે, જ્યારે તેના પરિણામ 24મી ઓક્ટોબરના રોજ આવશે. 

શું છે ડોકલામ વિવાદ?
ડોકલામ વિવાદ વર્ષ 2017માં થયો હતો.પૂર્વોત્તર રાજ્ય સિક્કીમમાં ભારત-ચીન સીમા નજીકના વિસ્તારોમાં ચીનની સેના દ્વારા માર્ગ નિર્માણને લઈ ભારતીય સેના અને ચીન આર્મી આમને-સામને આવી ગઈ હતી. 18મી જૂનના રોજ શરૂ થયેલા વિવાદનો 28મી ઓગસ્ટ, 2017ના રોજ અંત આવ્યો હતો. ત્યારબાદ બન્ને દેશોએ પોતાની સેના પાછી ખસેડી લીધી હતી.

 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો