દિલ્હી વિધાનસભા ચૂંટણી / ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાહુલ-પ્રિયંકા અને કેજરીવાલ હિંસાને ઉત્તેજન આપે છે

CAA અંતર્ગત કોઈની પણ નાગરિકતા પાછી લેવામાં નહીં આવે - શાહ

Divyabhaskar.com

Jan 13, 2020, 12:34 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગૃહમંત્રી અમિત શાહે સભાનેે સંબોધન કર્યું હતુ. શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ. શાહે કહ્યું કે, CAA અંતર્ગત કોઈની પણ નાગરિકતા પાછી લેવામાં નહીં આવે . રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લઘુમતિઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓએ લોકોને ભરમાવીને દેશભરમાં હિંસા ભડકાવી હતી. આ પાર્ટીઓએ દિલ્હીની જનતાને પણ તોફાનોની આગ તરફ દોરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી