ટોણો / રાહુલનો વિપક્ષને ટોણો, કહ્યું- નોટબંધીના આતંકી હુમલાથી દેશને હજુ પણ ન્યાય મળ્યો નથી

Rahul Gandhi attacks on BJP About Demonetisation in india

  • જે લોકોએ દેશ પર આ ઘાતકી હુમલો કરાવ્યો હતો તેવા ગુનેગારોને હાલ પણ ઉઘાડા કરાતા નથીઃ રાહુલ ગાંધી

Divyabhaskar.com

Nov 08, 2019, 01:05 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીની ત્રીજી વર્ષગાંઠ પર વિપક્ષને આડે હાથે લેતા કહ્યું કે, દેશ પર નોટબંધીનો આતંકી હુમલો કરનારા ગુનેગારોને હજુ સુધી પકડવામાં આવ્યા નથી અને દેશની જનતાને આજે પણ અન્યાયનો ન્યાય મળ્યો નથી.

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ત્રણ વર્ષ પહેલા આજના જ દિવસે નોટબંદી કરાઈ હતી જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા હચમચી ગઈ હતી. કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા, લાખો નાના મોટા વેપારીઓ કંગાળ થઈ ગયા લાખો ભારતીય બેરોજગાર થઈ ગયા હતા. જે લોકોએ દેશ પર આ ઘાતકી હુમલો કરાવ્યો હતો તેવા ગુનેગારોને હાલ પણ ઉઘાડા કરાતા નથી દેશની જનતાને તેમની સાથે થયેલા અન્યાયનો ન્યાય આજે પણ મળ્યો નથી.’

આ સાથે જ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકાર પર તીક્ષ્ણ હુમલો કરતા કહ્યું હતું કે, ‘નોટબંદીને ત્રણ વર્ષ થઈ ગયા છે. સરકાર અને તેમના ત્રણ માણસો દ્વારા લેવાયેલા નોટબંદીના નિર્ણયના તમામ વાયદાઓ એક એક કરીને ધરાશાયી થઈ ગયા હતા’

કોંગ્રેસ સંચાર વિભાગના પ્રમુખ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા લેવાયેલા આ નિર્ણયની સજા દેશ આજે પણ ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘સુલ્તાન મોહમ્મદ બિન તુગલકે વર્ષ 1330માં દેશની મુદ્રાને બેકાર કરી દીધી હતી. આઠમી નવેમ્બર, 2016ના આજના સમયના તુગલકે પણ આવું જ કર્યું. ત્રણ વર્ષ ગુજરી ગયા પણ દેશ હાલ પણ તેની સજા ભોગવી રહ્યો છે. કારણ કે અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ, રોજગારી પડી ભાંગી અને આતંકવાદ પણ થોભ્યો નથી. આ બધાનો જવાબદાર કોણ છે?’

X
Rahul Gandhi attacks on BJP About Demonetisation in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી